બન્ને વૃધ્ધ પતિ-પત્નિનો મૃત્યુ સમય પણ એક સરખો: સાંજે ૭:૩૦ વાગ્યે જ બન્ને મૃત્યુ પામ્યા
આજ ના યુગ માં પતિ પત્નિ ના અહમ ટકરાવાના કારણે સામાન્ય વાત માં ઝઘડા અને કોર્ટ કચેરી અને છુટાછેડા સુધી વાત પહોંચી જાય છે ત્યારે ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામ માં રહેતા કોળી જ્ઞાતિના વૃધ્ધ દંપતિ જીવનભર એકબીજા ના સુખ દુખ ના ભાગીદાર રહ્યાં અને બન્ને નું મૃત્યું પણ ફક્ત ચોવીસ કલાકના અંતરે અને એક જ સમયે થતાં બન્ને વચ્ચે ની અપાર લાગણી નું દ્રષ્ટાંત જોવાં મળ્યું હતું.
ચોટીલા ના નાના પાળિયાદ ગામના કોળી જ્ઞાતિ ના પતિ પત્નિ એ જીવનભર એકબીજા ના સુખદુખ માં સહભાગી બની ને રહ્યાં અને અંતે મૃત્યુ પણ ચોવીસ કલાક ના અંતરે થયું.
નાના પાળિયાદ ગામના કુંવરબહેન મોહનભાઇ ઝાંપડીયા નું ૯૫ વર્ષ ની ઉંમરે તા.૩૦ જુલાઇ એ સાંજે ૭:૩૦ વાગ્યે અવસાન થયું જ્યારે બરાબર ચોવીસ કલાક પછી તા.૩૧ જુલાઇ એ સાંજે ૭:૩૦ વાગ્યે કુંવરબહેન ના પતિ મોહનભાઇ સાદુળભાઇ ઝાંપડીયા એ પણ ૧૦૦ વર્ષ ની ઉંમરે દેહ ત્યાગ કરતા આ વૃધ્ધ દંપતિ એ ફક્ત ચોવીસ કલાક ના જ સમય ના અંતરે અને એક જ સમયે દેહ ત્યાગ કરતા આ બન્ને પતિ પત્નિ વચ્ચે ની અપાર લાગણી જોવા મળી હતી. વયોવૃધ્ધ પત્નિ કુંવરબહેન ની ચિતા ની આગ હજુ ઓલવાઇ પણ નહોતી બરાબર ત્યારે જ પતિ મોહનભાઇ પણ પત્નિ નો વિયોગ જીરવી ના શકવાના આઘાત માં તેઓ એ પણ ચોવીસ કલાક બાદ દેહ ત્યાગ કરતા અત્યાર ના યુગ માં નાની નાની વાત માં છુટાછેડા લેતા દંપતિઓ માટે આ કિસ્સો એક અનોખુ દ્રષ્ટાંત બન્યો છે. જ્યારે આ અંગે મોહનભાઇ ના પૌત્ર હરેશભાઇ ખોડાભાઇ ઝાંપડીયા એ જણાંવ્યું હતું કે દાદા અને દાદી ને એકબીજા પ્રત્યે અનહદ લાગણી હતી અને વર્ષો થી બન્ને ભોજન પણ એકસાથે કરવા બેસતા હતાં.