કેરી, મોસંબી, જરદાલુ, લીલી બદામ, રાસબરી, ખારેક, કિવી, દ્રાક્ષ, જાંબુ પીચ સહિતના ફળો બજારમાં ઉપલબ્ધ
શહેરનાં ફૂટ માર્કેટમાં હાલ સીઝન પ્રમાણેના અલગ અલગ ફૂટ આવેલ છે. તેમાં કેરી, મોસબી, જરદારૂ લીલી બદામ, રાસબરી, ખારેક, કીવી, દ્રાક્ષ, જાંબુ, ચેરી, પીચ, બંગરો દસેરી કેરી, સાઉથની, અનાનાસ, ઈમ્પોટેડ સફરજન વગેરે જેવા ફૂટસ માર્કેટમાં આવે છે. ઈમ્પોટેડ ન્યુઝીલેન્ડ ઈરાન, રોયલ ગોલ, વોશિંગ્ટન સફરજન આવે છે. સફરજનના ભાવ ૨૪૦૦ થી૨૮૦૦ બોકસના છે.
દરરોજની ૮૦૦ થી ૧૨૦૦ બોકસ રાસબરી, ૮૦૦ થી ૧૦૦૦ કિલો લીલી બદામનું વેચાણ થાય છે. આ બધા ફૂટનું વેચાણ વહેલી સવારે ૫.૩૦ થી ૮.૩૦ સુધી કરવામાં આવે છે. તેમજ અલગ અલગ ફૂટ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ કોલ્ડ સ્ટોરેજની પણ સુવિધાઓ રાખવામાં આવેલ છે. તેમજ રાજકોટની ખાવા પીવાનીશોખીન જનતા માટે હેલ્થ માટેનું હેલ્ધી ફૂટ અલગ અલગ રાજય તથા દેશોમાંથી આવે છે.
સીઝન પ્રમાણે ફળોના ભાવ અલગઅલગ : બાબુભાઈ
બાબુભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ ફૂટ માર્કેટમાં ૪૦ વર્ષથી કાર્યરત છે. માર્કેટમાં દાડમ, અંગુર, કેરી, મોસબી, રાસબરી, નાસીકથી દાડમ,અંગુર દિલ્હીથી આવે છે. સફરજન દિલ્હીથી આવે છે. મોસબી ને બધુ ગુજરાતમાંથી આવે છે. ભાવમાં સીઝન પ્રમાણે હોય છે. સફરજનનું બોકસ ૧૦૩ નંગના ૩૦૦૦ હોય છે. મોસબીનું બાજકુ ૩ ડઝનનું ૫૦૦માં વેચાય છે. સ્ટ્રોરેજમાં ઠંડકમાં રાખવાના હોય તે ફૂટ કોલ્ડમાં રાખવામા આવે છે. મોટા કોલ્ડ સ્ટ્રોરેજ મેટોડા ખાતે આવેલ છે.
માર્કેટમાં સીઝનેબલ કેરીની ધૂમ આવક: જાગા આશિફ
જાગા આશિફ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ પોતે માંગરોળથી આવે છે. છેલ્લા બે વર્ષથી ફૂટ માર્કેટમાં કામ કરે છે. છેલ્લા ૧૮ વર્ષથી રોયલ ફૂટસ કંપની કાર્યરત છે. અત્યારે કેરી માર્કેટમાં વધારે આવે છે. સીઝન હોવાના કારણે મોસબી, જલદારૂ, જાંબુ, વધારે આવે છે અને કેરી કચ્છ અને તળાજાથી આવે છે.
સફરજન, કેરી, બદામ, લીચીનું હોલસેલમાં વેચાણ કરતા મોહસીનભાઈ
મોહસીનભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા ૩૦ વર્ષથી ફૂટનો વેચાણ કરે છે. આમતો ઋતુનાં બધા ફ્રૂટો આવે છે. જેમાં સફરજન, કેરી, બદામ, લીચી આ બધી પ્રોડકટ અમો હોલ સેલ ભાવમાં જ વેચાણ કરીએ છીએ જેમાં અમને લાગે છે કે ફ્રૂટની આવક ખૂબ સારી છે.
વરસાદના માહોલમાં પેરૂંનો સ્ટોક કરતા અલીખાન પઠાણ
અલીખાન પઠાણ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, તેઓ છેલ્લા ૩૦ વર્ષથી અલ્પના ફૂટના નામથી વ્યાપાર કરી રહ્યા છે. અત્યારની ઋતુ પ્રમાણે તેઓ અનાનસ, નાસપતી, સફરજન, ચેરી, બદામ તથા પીચી જેવા ફ્રૂટનું વેચાણ કરી રહ્યા છે. જયારે વરસાદના માહોલમાં તેઓ માત્ર પેરૂનું જ સ્ટોક કરે છે. બાકીનાં ફ્રુટનો સ્ટ્રોક કરતા નથી.