સસ્પેન્ડ ડીએસપી સહિતના ગદ્દારોએ કાશ્મીરની સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાનને પુરી પાડી હોવાનો એનઆઇએએ ચાર્જશીટમાં આરોપ
પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને ઉત્તેજન આપીને પોતાના ના-પાક ઇરાદાઓને પોસી રહ્યા સમયાંતારે ખુલતુ રહે છે. જે માટે પાકિસ્તાન કાશ્મીરને લગતી તમામ સંવેદનશીલ માહિતી મળતી રહે તે માટે અનેક ગદ્દારોને તૈયાર કર્યા હોવાનું આરોયો થતા રહે છે. થોડા સમય પહેલા આવા જ એક ગદ્દાર એવા કાશ્મીરના ડીએસપી દેવીંદરસિંહ પાકિસ્તાનને આર્ચિક લાલચના બદલામાં સંવેદનશીલ માહિતી આપતા ઝડપાયા હતો. આ ગદ્દારની ધરપકડ કરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આ કેસની તપાસ કરનારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે જમ્મુ-કાશ્મીર પોલીસના સસ્પેન્ડ કરેલા ડીએસપી દેવિંદર સિંહ સહિત છ લોકો સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. એનઆઈએએ આ ૬ લોકોનું નામ દેશમાં કથિત આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ચાર્જશીટમાં મૂક્યું છે. ચાર્જશીટમાં જણાવ્યું છે કે દેવિંદર સિંહ સુરક્ષિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના કેટલાક અધિકારીઓ સાથે સંપર્કમાં હતો. ચાર્જશીટમાં જણાવાયું છે કે સિંઘને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા સંવેદનશીલ માહિતી મેળવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યા હતા.
દેવીન્દર સિંહ સિવાય ચાર્જશીટમાં પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર સૈયદ નવીદ મુસ્તાક ઉર્ફે નવીદ બાબુનું નામ પણ આપવામાં આવ્યું છે. કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓ કરનાર નાવેદ, રફી અહેમદ અને ઇરફાન શફી મીર ભૂતપૂર્વ ડીએસપીને સુરક્ષિત રીતે કાશ્મીરથી બહાર કાઢવા કારમાં હતા પરંતુ આ બધાની ધરપકડ કુલગામથી કરવામાં આવી હતી.
આ સિવાય તનવીર અહેમદ વાની અને નવીદ અહેમદના ભાઈ સૈયદ ઇરફાન અહેમદનું પણ ચાર્જશીટમાં નામ છે. પોલીસે ગયા વર્ષે ૧૧ જાન્યુઆરીએ જમ્મુ-શ્રીનગર હાઈવે પર દેવિંદર સિંહની ધરપકડ કરી હતી. તે એક કારમાં સવાર હતો અને તેની સાથે આવેલા ત્રણ લોકોમાં આતંકવાદી સૈયદ નવીદ, રફી અહેમદ અને કાયદાના વિદ્યાર્થી ઇરફાન શફી મીર હતા.
ચાર્જશીટમાં એનઆઈએએ કહ્યું હતું કે, વકીલ હોવાનો દાવો કરનારા શફી મીર સાથે પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારી ઇરફાન સતત સંપર્કમાં હતા. એટલું જ નહીં, તેમને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી સેમિનાર યોજવા માટે પણ નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા.
કે મીર દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પાસેથી સૂચનાઓ અને પૈસા લેતો હતો અને મોટી સંખ્યામાં કાશ્મીરીઓ માટે વિઝા અરજી કરવાની સુવિધા પણ આપતો હતો.
ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર આરોપીઓ હિઝબુલ મુજાહિદ્દીન અને પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારત વિરુદ્ધ હિંસક ઘટનાઓને અંજામ આપવાનાં ષડયંત્રનો ભાગ હતા. ગયા વર્ષે ૧૮ જાન્યુઆરીએ એનઆઈએએ આ કેસ સંભાળ્યો હતો, જેના પગલે ૭ દિવસ અગાઉ પૂર્વ ડીએસપી દેવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.