દસ શખ્સોએ કરેલા હુમલા બાદ મિત્રો અન્ય બાઇક સાથે અથડાતા સર્જાયો અકસ્માત
જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતા યુવાન ગત તા. 10મીના રોજ પોતાના મિત્ર સાથે આરબ ટીંબડી સંબંધીના ઘરે ગયા બાદ આરબ ટીંબડીના બસ સ્ટેન્ડ પાસે ઝઘડો થતા બન્ને યુવાન પોતાના બાઇક પર ભાગવા ગયા તે દરમિયાન રુપાવટી પાસે અકસ્માત થતા ચાલકનું મોત નિપજયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતા વિશાલ પ્રવિણભાઇ ગોહેલ (ઉ.વ.17) અને તેનો મિત્ર લલીત રાધવભાઇ ગોહેલ (ઉ.વ.17) આરબ ટીંબડી પોતાના સંબંધીને ત્યાં ગયા બાદ બસ સ્ટેનડ પાસે ઝઘડો થતા મયુર રુડા રાઠોડ, અભણ રુડા રાઠોડ, જયેશ અશોક રાઠોડ, પ્રવિણ નાજા રાઠોડ, રસિક રાજા, સુનિલ પ્રવીણભાઇ પરમાર અને ચાર અજાણ્યા શખસ સહીત 10 શખ્સોએ હુમલો કરતા બન્ને પોતાનું જીજે 3 એએમ 9172 નંબરનું મોટર સાયકલ લઇ રુપાવટી તરફ ભાગ્યા હતા.
ઇજાગ્રસ્ત હાલતમાં ભોલા બન્ને મીત્રોને રુપાવટી પાસે અન્ય બાઇક સાથે અથડાતા બન્ને મિત્રોને જેતપુર બાદ વધુ સારવાર માટે વિશાલ ગોહેલને અહિંની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું ચાલુ સારવારમાં મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઇ રહ્યો છે.
ધટનાની જાણ થતાં જેતપુર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ધટનાની નોંધ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામા: આવશે તેવું જણાવ્યું હતું મૃતક વિશાલના માતા-પિતા પણ જીવીત ના હોય અને બે ભાઇ એક બહેનમાં સૌથી નાના ભાઇના આકસ્મિક મોતથી પરિવારમાં આક્રંદ સાથે અરેરાટી મચી જવા પામી છે.