ખાણ-ખનીજ વિભાગને અંધારામાં રાખી ખનીજ ચોરો ઉપર તવાઈ: એક ટ્રેકટર, બે જેસીબી જપ્ત કરી બે શખ્સો સામે શાપર-વેરાવળ પોલીસની કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય પ્રાંત દ્વારા ઢોલરા ગામે તળાવ પાસે થતી ખનીજ ચોરી ઉપર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી પાડવામાં આવેલી આ રેડમાં એક ટ્રેકટર અને બે જીસીબી સહિતના વાહનો જપ્ત કરી બે શખ્સો સામે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત પ્રમાણે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશે ઢોલરા ગામતળના તળાવ પાસે ગેરકાયદે માટીનું ખનન ચાલતુ હોય ત્યાં દરોડો પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા તેઓએ અરજણ જીવા માટીયા અને સુરેશ માટીયાને એક જેસીબી, બે ટ્રેકટર સહિતના વાહનો સો ઝડપી પાડયા હતા. આ દરોડો ખાણ-ખનીજ વિભાગને અંધારામાં રાખી પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશ દ્વારા અગાઉ અનેક ગેરકાનૂની પ્રવૃતિઓ ઉપર રોક લગાવવામાં આવી રહી છે ત્યારે ગ્રામ્ય પંકમાં તેઓની કામગીરીની ઠેર-ઠેર સરાહના થઈ રહી છે.