ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. એક જ દિવસમાં સરદાર સરોવર ડેમમાં પાણીની સારી એવી આવક થઇ છે.

હાલ નર્મદા ડેમની સપાટી 127.30 મીટરે પહોંચી ગઇ છે. ગઇકાલે આ સપાટી 126.12 મીટરે પહોંચી હતી. જો ડેમનાં દરવાજા ન હોત તો હાલ ડેમ 5 મીટરથી ઓવરફ્લો થઇ ગયો હોત. પાણીની આવક વધવાને કારણે CHPHનું 1 ટર્બાઇન ચાલુ કરાયું છે. ઉપરવાસમાંથી 117568 ક્યુસેક પાણીની આવક થતાં કેનલમાં ગુજરાત માટે 4900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2150 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે.

24 કલાકમાં નર્મદા ડેમમાં 1.18 મીટરનો વધારો નોંધવામાં આવ્યો છે. હાલ સપાટી 127.30 મીટરે પહોંચી છે. અત્રે નોંધનીય છે કે આ વર્ષે મધ્યપ્રદેશમાં થયેલા શ્રીકાર વરસાદના પગલે રાજ્યના મુખ્ય બંને ડેમમાંથી સરદાર સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.