ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 28,950 ક્યુસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો થતાં છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે.
હાલ ડેમની સપાટી 126.37 મીટર ઉપર પહોંચી ગઇ છે.ઉપરવાસમાં વરસાદ અને ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે.
જેને પગલે ગુજરાતની મેઇન કેનલમાં હાલ 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમમાં 2270 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હજી વધારો થવાની શક્યતા છે.