- આગને કાબુમાં લેવા માટે 104 મીટર ઊંચો હાઇડ્રોલિક પ્લેટફોર્મની કરાશે ખરીદી
- આગ પર નજર રાખવા થર્મલ ડ્રોન કેમેરાનો કરાશે ઉપયોગ
સુરતમાં મોટી કંપનીઓ અને ઈમારતો હોવાને કારણે આગ લાગવાની ઘટના બને તો તેના પર કાબુ મેળવવા માટે ચોક્કસ પ્રકારના સાધનો હોવા ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં ફાયર વિભાગ ઝડપથી કામગીરી કરી સમયસર દુર્ઘટનાને રોકી લે તે મહત્વનું હોય છે. જે માટે વધુ ઊંચાઈ સુધી કામ કરી શકે તેવા ફાયરના સાધનોને માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 104 મીટર ઊંચા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આગની સ્થિતિ પર નજર રાખવા થર્મલ ઈમેજ ડ્રોનની ખરીદી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
સુરત ઔદ્યોગિક નગરી હોવાથી અહીં અનેક જીઆઇડી શો ધમધમે છે ટેક્સટાઇલ માર્કેટ તો પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. કેમિકલ પ્રોડક્શન કરતી કંપનીઓ હોય યાર્ન બનાવતી કંપનીઓ હોય કે ટેક્સટાઇલની પ્રોસેસિંગ હાઉસ હોવાને કારણે અનેક વખત ભિષણ આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. તેથી સુરત ફાયર વિભાગ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચવા માટે નવા નવા સાધનો ખરીદી કરતી રહે છે.
સુરત શહેરની અંદર ખૂબ મોટી ઈમારતો હોવાને કારણે તેમજ અનેક મોટા ઔદ્યોગિક એકમો હોવાને લીધે જ્યારે પણ આગ લાગવાની ઘટના બને છે ત્યારે તેના પર કાબુ મેળવવા માટે અમુક ચોક્કસ પ્રકારના સાધનો હોવા ખૂબ જરૂરી છે. સુરત શહેરમાં જ્યારે પણ મોટી ઇમારતોમાં આગ લાગે છે ત્યારે તેના ઉપર પાણીનો છંટકાવ કરવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફાયર વિભાગ ઝડપથી કામગીરી કરી શકતું નથી અને તેના કારણે અનેક વખત દુર્ઘટના રોકવાને બદલે વધુ વિકરાળ થઈ જાય છે. વધુ ઊંચાઈ સુધી કામ કરી શકે તેવા ફાયરના સાધનોને કારણે શક્ય તેટલી ઝડપથી આંખ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે માટે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 104 મીટર ઊંચા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
જ્યારે પણ આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે તમામ પ્રકારની સ્થિતિ ઉપર નજર રાખવી જરૂરી બની જાય છે જેથી કરીને આગ કઈ દિશામાં કેટલા પ્રમાણમાં વધી રહી છે તે જોવામાં મુશ્કેલી આવતી હોય છે. થર્મલ ઈમેજ ડ્રોન કેમેરાની મદદથી ઘણી ખરી મુશ્કેલીમાં ફાયર વિભાગને રાહત થઈ શકે તેમ છે. ડ્રોનની મદદથી ચારે તરફ કયા પ્રકારની સ્થિતિ છે તેનું અનુમાન લગાવી શકાય છે તેમ જ આગ ક્યાં પ્રસરી છે કોઈ ફસાયો છે કે કેમ તે જોવા માટે પણ દ્રોણની મદદ લઈ શકાય છે તેથી સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં થર્મલ ઈમેજ કેમેરા ડોન પણ ખરીદી રહી છે.
ચીફ ફાયર ઓફિસર બસંત તરીકે જણાવ્યું કે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા ઓછામાં ઓછી ઇમારત સુધી આગ ઉપર ઝડપથી કાબુ મેળવી શકાય તેના માટે 104 મીટર નું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. શહેરમાં મોટામાં મોટી ઈમારતમાં આગ લાગી હોય અથવા તો ત્યાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે પણ હાઇડ્રોલિક પ્લેટફોર્મ મદદરૂપ થઈ શકે છે. થર્મલ ઈમેજ કેમેરા ડ્રોન પણ ખૂબ મદદરૂપ થશે કારણ કે ઘણી વખત જ્યારે આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે તેથી અંદર કોઈ વ્યક્તિ ફસાયો હોય તો તે નરી આંખે જોઈ શકાતું નથી થર્મલ કેમેરા ઈમેજ વાળા ડ્રોનને કારણે ધુમાડાની અંદરની તરફ જ્યાં આપણે જોઈ શકતા નથી ત્યાં પણ કોઈ વ્યક્તિ ફસાયો હોય અથવા તો આગ ચાલુ હોય તો તે થર્મલ ઈમેજ કેમેરા થકી સરળતાથી જોઈ શકાય છે જેના આધારે કોઈ વ્યક્તિ અંદર ફસાયો હોય તો તેને ઝડપથી પણ કરી શકાય છે. એટલું જ નહીં પરંતુ મોટી ઇમારતોમાં જ્યારે આગ લાગે છે ત્યારે સાદા ડ્રોન કેમેરાથી વર્ટિકલ યુ પણ આપણને ઝડપથી મળી જાય છે જેથી કઈ દિશામાં થી આગને કંટ્રોલ કરવી જરૂરી છે તે પણ આપણે કરી શકીએ છીએ.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય