- ક્રાઈમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સનો મોટો જથ્થા ઝડપ્યો
- 26.86 લાખની કિમંતનું 268 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત
- આરોપી શરીફખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને ભરતભારથી ગૌસ્વામીની ધરપકડ
સુરતના કતારગામ માધવ ચોક પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 26.86 લાખની કિમંતનું 268 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલા માધવ ચોક પાસેથી આરોપી શરીફખાન હાજીખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને ભરતભારથી ગૌસ્વામીને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના વતની છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી 26.86 લાખની કિમંતનું 268 ગ્રામ એમડી ડ્રગ્સ, ૩ મોબાઈલ ફોન, લેપટોપ, રોકડા રૂપિયા 11 હજાર મળી કુલ 27.77 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
અનુસાર માહિતી મુજબ, સુરતના કતારગામ માધવ ચોક પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 26.86 લાખની કિમતનું 268.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને સુરત ડીલેવરી આપવા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલા માધવ ચોક પાસેથી આરોપી શરીફખાન હાજીખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ [ઉ.૨૩] અને ભરતભારથી અમૃતભારથી ગૌસ્વામી [ઉ.૨૮] ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના વતની છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી 26.86 લાખની કિમંતનું 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન, લેપટોપ, રોકડા રૂપિયા 11 હજાર મળી કુલ 27.77 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુમાં પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી ભરત ભારથી અમૃતભારથી ગૌસ્વામી અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવામાં નાઈજીરીયન ઈસમને ડ્રગ્સની ડીલીવરી કરી ચુક્યો છે તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં એમડી ડ્રગ્સની ડીલીવરી કરતો આવેલ છે. પકડાયેલા બંને આરોપીઓના કબ્જામાંથી મળી આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવીને સુરત શહેરમાં ડીલેવરી અર્થે લાવેલા હોવાનું જણાવ્યું હતું. બંને ઈસમો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા સારું ડ્રગ્સની ડીલેવરીના કામે લાગી ગયા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ,માં ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય