ગ્રાહકના પૈસાનો અન્ય પ્રોજેકટમાં ખર્ચ કરવો એ અપરાધ સમાન છે
હોમબાયર્સન સમયસર પજેશન ન દેવા પર અને પ્રોજેકટ લટકતો મૂકવા પર સુપ્રીમકોર્ટે કડક વલણ દાખવ્યું છે. કોર્ટે આમ્રપાલી ગ્રુપની ૪૦ કંપનીઓ અને તેના ડાયરેકટરોને બેંક ખાતામાં અને મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન સુપ્રિમ કોર્ટે રિયલ એસ્ટેટ કંપનીઓના વર્તનને લઈને કડક ટિપ્પણી કરી કોર્ટે કહ્યું કે રિયલ એસ્ટેટ કંપનીઓમાં ફલેટલાયર્સના પૈસાને બીજા પ્રોજેકટમાં લગાવવાનું ચલણ અપરાધ બરાબર છે. અને આ બંધ થવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘર ખરીદવા માટે ખરીદદાર જે પૈસા આપે છે. તેને રિયલ એસ્ટેટ કંપનીઓ કોઈ બીજા પ્રોજેકટના નિર્માણમાં લગાવી દે છે. કોર્ટે કહ્યું કે આ અપરાધ ગોટાળા સમાન છે અને કંપનીઓને તેના માટે સજા મળવી જોઈએ.
આમ્રપાલીના તમામ હાઉસીંગ પ્રોજેકટસમાં રોકાણ કરનાર અને ફલેટનું પઝેશન નહી મેળવનાર હજારો હોમબાયર્સ તરફથી એક યાચીકા દાખલ કરવામાં આવી હતી જેની સૂનાવણી દરમિયાન જસ્ટીસ અરૂણ મિશ્રા અને જસ્ટીસ યૂ.યૂ. લલીતે કહ્યું કે કંપનીઓ હોમબાયર્સના પૈસાને બીજા પ્રોજેકટના નિર્માણ માટે કે અન્ય કોઈ ઉદેશ્યથી ખર્ચ ન કરી શકે કોર્ટે ધ્યાન આપ્યું કે આમ્રપાલી ગ્રુપે હોમબાયર્સના ૨૭૬૫ કરોડ રૂપીયા ડાયવર્ટ કરી બીજા ધંધામાં વાપર્યા છે. કોર્ટે ફંડને ડાયવર્ટ કરવા ઉપર આલોચના કરી.
બેંચે કહ્યું કે આ અપરાધી ગોટાળો છે. હોમબાયર્સ તમારા પર વિશ્ર્વાસ કરીને પૈસા આપે છે. તેનો અન્ય કોઈ ઉદેશ્ય સાથે વપરાશ થઈ શકે નહી પૈસા જમા કરાવનાર તમારા પર વિશ્ર્વાસ મૂકીને પૈસા આપ્યા છે.જે પ્રોજેકટ અંતર્ગત પૈસા મળ્યા છે. તેના નિર્માણ ને બદલે આ પૈસાને તમે બીજા કોઈ ઉદોશ્યથી કેવી રીતે ખર્ચ કરી શકે? કોર્ટ દ્વારા નકકી થયેલા સમયગાળામાં પ્રોજેકટને પૂરો ન કરે અને આદેશનું પૂરી રીતે પાલન ન કરવાથી આમ્રપાલી ગ્રુપને સર્વોચ્ચ અદાલતે ફટકાર લગાવી.
આમ્રપાલી ગ્રુપની બધી ૪૦ કંપનીઓ અને તેના પ્રમોટર તેમજ ડાયરેકટરના બેંક ખાતાઓ જપ્ત કરવાનો આદેશ આપતા બેંચે કહ્યું કે આ સેકટરમાં આ બિમારી’ પ્રચલીત છે. અને અમે આ બિમારીને ફેલાતી રોકવા માંગીએ છીએ તમે જમાકર્તાઓનાં પૈસાનો ઉપયોગ પોતાની શાન વધારવા અને બિઝનેસનો વિસ્તાર કરવા માટે કરી છે. તમે તમારો વ્યવસાય વધારવા હોમબાયર્સનાં ખંભાનો ઉપયોગ ન કરી શકશે આ યોગ્ય નથી આ મુદો ખૂબ જ ગંભીર છે.
કોર્ટે વધુમાં કહ્યું કે તે સુનિશ્ર્ચિત કરશે કે જમાકર્તાઓનો એક એક રૂપીયો તે જ પ્રોજેકટમાં ખર્ચ થાય જેના માટે તેણે પૈસા આપ્યા છે. કોર્ટે એવું પણ કહ્યું કે જયાં સુધી આવું નહી થાય ત્યાં સુધી કંપનીના પ્રમોટર, ડાયરેકટર અને ચાર્ટર્ડે એકાઉન્ટન્ટ શંકાના ઘેરામાં રહેશે.