ગુગલ અને સ્માર્ટ કાર્ડ કંપનીઓ આધારની સફળતા ઈચ્છતી નથી: વડી અદાલતમાં યુઆઈડીએઆઈની દલીલ
યુઆઈડીએઆઈ દ્વારા આઈડેન્ટી ઓોન્ટીકેશન માટે જડબેસલાક વ્યવસ હોવાના કારણે ગુગલ અને સ્માર્ટ કાર્ડ કંપનીઓ આધારકાર્ડની સફળતા ન ઈચ્છતી હોવાનો દાવો વડી અદાલતમાં કરવામાં આવ્યો છે. જો આધારકાર્ડ સફળ થઈ જશે તો સ્માર્ટકાર્ડને ધંધો ગુમાવવો પડશે. માટે ગુગલ આ સફળતા ઈચ્છતુ નથી. પરિણામે અવાર-નવાર આક્ષેપો થઈ રહ્યાં છે.
આ મામલે યુઆઈડીએઆઈ દ્વારા વડી અદાલતમાં એવો પણ દાવો કરાયો છે કે, આધારના ડેટા ઈન્ટરનેટ ઉપર ન હોવાના કારણે તેની ચોરી થઈ શકે તેમ નથી. અહીં ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલીટીકાના ડેટા લીક કૌભાંડ સામે આવ્યા બાદ આધાર જેવી ઓોન્ટીક વસ્તુની વિગત ચોરાઈ ન જાય તે મામલે અવિશ્ર્વાસ વ્યકત કરવામાં આવી રહ્યો છે. આધારને પડકારતી અરજીઓની સુનાવણીઓ અદાલત કરી રહી છે.
આધારકાર્ડના વિરોધીઓ કેમ્બ્રિજ એનાલીટીકાની જેમ આધાર પણ હેક થઈ જાય તેવા આક્ષેપો કરી રહ્યાં છે. અલબત ફેસબુક કે ગુગલ જેવી કંપનીઓની જેમ યુઆઈડીએઆઈ દ્વારા કાર્ય નથી થતું. આધારકાર્ડના ડેટા ઈન્ટરનેટ ઉપર નથી માટે તે ચોરી શકાય તેમ નથી. ગુગલ અને સ્માર્ટ કાર્ડ કંપનીઓ પોતાનો લાભ જોઈ સરકારની આધાર યોજનાનો વિરોધ કરવા લોબીંગ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આધાર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે.
ચિફ જસ્ટીસ દિપક મિશ્રાની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા આધારને ચેલેન્સ કરતી અરજીઓને હામાં લેવાઈ રહી છે. ત્યારે કેમ્બ્રિજ એનાલીટીકાની જેમ આધારના ડેટા હેક શે તેવી દલીલના વિરોધમાં યુઆઈડીઆઈએના વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું હતું કે, મહેરબાની કરી આધારમાં કેમ્બ્રિજ એનાલીટીકાનો મુદ્દો ના ઘુસાડો. કેમ્બ્રિજ એનાલીટીકાની જેમ આધાર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરતું નથી.
આધાર ઉપર આઈટમ બોંબ હોય તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. પરંતુ સત્ય એ છે કે, આધારને સૌથી સુરક્ષીત બનાવવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.comNational