લંકા ‘અગનજ્વાળા’માં લપેટાયું!
શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સિરિસેનાના સંસદ બરખાસ્ત કરવાના નિર્ણયની સાથે સાથે આગામી પાંચ જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી પર પણ રોક લગાવી
એક સમયે સાથે રહેનારા સિરિસેન અને વિક્રમાસિંઘ હવે આમને-સામને
કહેવાય છે કે, રાજકારણમાં કાયમ કોઇ મિત્ર નથી હોતો કે નથી હોતો કાયમી દુશ્મન રાજકારણમાં માત્રને માત્ર સ્વહીતો જ હોય છે. આ લોકવાયકા શ્રીલંકાના હાલ બની રહેલ રાજકીય બાબતો પરથી વધુ એકવાર સિઘ્ધ સાબિત થઇ છે. ભારતના પાડોશી દેશ શ્રીલંકાનું રાજકારણ જાણે ‘અગનજવાળા’માં લપેટાઇ ગયું હોય તેમ ભારે અજંપાભરી સ્થિતિ ઉભી થઇ છે. સોમવારના રોજ શ્રીલંકન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેને સંસદ બરખાસ્ત કરવાની જાહેરાત કરી હતી જેના પર ઉગ્ર વિવાદ શરુ થતા સુપ્રીમ કોર્ટે સુધ મામલો પહોચ્યો હતો. અને હાલ સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપ્રમુખ સિરીસેના ના નિર્ણય પર સુપ્રીમે રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી શ્રીલંકાનું રાજકારણ ભયંકર રીતે ગરમાયું છે. દરરોજ નવી-નવી ‘નાટકીય’ઘટનાઓ બની રહી છે. શ્રીલંકામાં ભારે રાજકીય ખટપટ ર૬ ઓકટોબરથી શરુ થઇ છે. કારણ કે ત્યારે રાષ્ટ્રપતિ સિરીસેને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંહને પદભ્રષ્ટ કરી મહિંદા રાજયાકસેને દેશના નવા પ્રધાનમંત્રી બનાવી દીધા હતા. સંસદમાં રાજયાકસે પાસે બહુમત સાબિત કરવા માટે પુરતુ સમર્થન ન હોવા છતાં રાષ્ટ્રપતિ સિરીસેને તેમને પ્રધાનમંત્રીનું પદ સોંપતા માહોલ વધુ ઉગ્ર બન્યો હતો.
આ સમગ્ર નાટકીય ઘટનાઓ પર નજર કરીએ તો મહિંદા રાજયાકસે કે જેઓએ પૂથકતાવાદી લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (લિટ્ટે) નો સાથ લઇ રાજકારણમાં પોતાની જડ મજબુત બનાવી લીધી અને વર્ષ ૨૦૦૫ થી લઇ ૨૦૧૫ સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદે રહ્યા. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ ની રાષ્ટ્રપતિની ચુંટણીમાં સિરીસેનાએ રાજયાકસેને હરાવી તેના પાસેથી રાષ્ટ્રપતિનું પદ છીનવી લીધું. આ સમયે એટલે કે વર્ષ ૨૦૧૫ માં સીરીસેના શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા અને તેના સાથી રાનિલ વિક્રમાસિંઘને વડાપ્રધાન બનાવ્યા પરંતુ પાછલા ત્રણ વર્ષના સમયમાં વડાપ્રધાન વિક્રમાસિંઘ અને રાષ્ટ્રપતિ સિરિસેના વચ્ચેના રાજકીય સંબંધો બગડવા લાગ્યા જેના પગલે ગયા અઠવાડીયે સિરિસેનાએ રાજયાકસે તરફ પોતાનો રુખ અપનાવી તેને જ વડાપ્રધાન પદે ઘોષીત કર્યા પરંતુ રાજયાકસે પાસે સંસદમાં બહુમતિ ન હોવાથી સુપ્રીમે સિરીસેના ના આ નિર્ણય પર સ્ટે મુકી દીધો છે.
એક સમયે પોતાના જ વિરોધી રહેલા એવા રાજયાકસેને વડાપ્રધાનનું પદ સોંપવા સિરીસેનાના નિર્ણય પરથી સિઘ્ધ થાય છે કે રાજયકારણમાં કાયમી કોઇ મિત્ર કે દુશ્મન હોતા નથી. તમામ રાજકારણીઓ પોતાના હિતો ઘ્યાને રાખી રુખ અપનાવે છે. ઉલ્લેખનીય છે કે સિરીસેનાએ રાજયાકસેને વડાપ્રધાન જાહેર કર્યા છતાં રાજયાકસે તેમની પાર્ટી છોડી નવી પાર્ટી અપનાવી છે. તો બીજી તરફ સિરીસેના ના આ નિર્ણય સામે ઘણાં વિરોધીએ આકરી ટીકા કરી છે.
રાનિલ વિક્રમાસિંઘે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ પાસે આવા કોઇ અધિકાર જ નથી કે તેઓ ઇચ્છા પડે ત્યારે વડાપ્રધાને હટાવી શકે.
આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચતા સુપ્રીમે પણ રાષ્ઠ્રપતિ સિરીસેનાને મોટો ઝટકો આપ્યો છે અને ચુકાદો સંભળાવ્યો છે. કે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિના નિર્ણય પર ૭ ડીસેમ્બર સુધી રોક રહેશે તો આ સાથે પાંચ જાન્યુઆરીના રોજ યોજાનાર ચુંટણીની તૈયારીઓ પર પણ સંપુર્ણપણે રોક રહેશે.
શ્રીલંકાની સુપ્રીમ કોર્ટના આ પ્રકારના આદેશ બાદ સ્પીકરે આજે સંસદની બેઠક પણ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે સંસદ ભંગ કરવાના સિરીસેનાના નિર્ણય સામે સુપ્રીમમાં ૧૩ અરજીઓ દાખલ થઇ હતી જે તમામ પર વિચાર વિમર્શ કરી મુખ્ય ન્યાયાધીશ નલીન પરેરાની અઘ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે આ નિર્ણય સંભળાવ્યો હતો. આ અરજીઓ રાનિલ વિક્રમાસિંઘની યુનાઇટો નેશનલ પાર્ટી અને ચુંટણી આયોગના સભ્ય રત્નજીવન હલેએ કરી હતી. અને સંસદ ભંગ કરવાના નિર્ણય તેમજ આગામી ચુંટણી પ્રક્રિયા પર રોક લગાવવા માંગ કરી હતી.
સુપ્રીમના આ ફેસલા બાદ રાનિલ વિક્રમાસિંઘે ટવીટ કરી ખુશી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે શ્રીલંકાની જનતાને પ્રથમ જીત મળી છે અને હજુ આગળ વધુ જીત મેળવવાની બાકી છે. જયારે રાજયાકસેના પુત્ર અને સાંસદ નમલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આ અંતરિમ નિર્ણય છે અંતિમ નહિ