ભાવતા ભોજન માટે પણ કમીટી ઓફ એડમીનીસ્ટ્રેટરની મંજૂરી લેવી પડતા અધિકારીઓના પેટમાં તેલ રેડાયું
બીસીસીઆઈમાં કીત ગોટાળાઓ મામલે કડક કાર્યવાહી કરવા વડી અદાલતની કમીટી ઓફ એડમીનીસ્ટ્રેટર્સ દ્વારા બીસીસીઆઈના અધિકારીઓના જલસા ઉપર લગામ લગાવવામાં આવી છે. બોર્ડના સભ્યોએ આ કરવું અને આ ન કરવું તેની યાદી તૈયાર કરાઈ છે.
બીસીસીઆઈના સભ્યો-અધિકારીઓએ કમીટીએ તૈયાર કરેલી યાદી અનુસાર જ ચાલવું તેવું જણાવાયું છે. બીસીસીઆઈ દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. અધિકારીઓનું જીવન વૈભવી છે. મોંઘીદાટ હોટલોમાં રહેવા સહિતનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડી અદાલતની કમીટીએ અધિકારીઓના જલ્સા ઉપર લગામ લગાવી દીધી છે.
અધિકારીઓએ કઈ પ્રકારની વહીવટી પગલા લેવા તે માટે યાદી બનાવવામાં આવી છે. આ નિર્ણયોી બોર્ડના અધિકારીઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે.
સુપ્રિમના આદેશ સિવાયની તમામ ગતિવિધિ કમીટી કરી રહી હોવાનો આક્ષેપ પણ ઈ રહ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓને ભાવતા ભોજન અને પીણા ઉપર પ્રતિબંધ મુકાવી દેવાયો છે. જેી અધિકારીઓને પેટમાં દુ:ખે છે. બેફામ ખર્ચ ઉપર લગામ આવી ગઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,