રાફેલ સોદામાં પ્રશ્ન ઉઠાવવો અયોગ્ય: સુપ્રીમ કોર્ટ
ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલ રાફેલસોદાને લઈ કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં ઢગલાબંધ અરજીઓ કરવામાં આવી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે રાફેલા સોદાનું ચિત્ર સ્પષ્ટ કરતા મોદી સરકાર માટેમોટી રાહતના સમાચાર સાબીત થશે.
સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ અંગેકહ્યું હતું કે, વિમાનની પ્રક્રિયામાં કોઈપણ ખામી ન હતી. રાફેલ સોદા અંગે મુદ્દો ઉઠાવવો અયોગ્ય છે.રાફેલ સોદો એક મોટું કૌભાંડ છે કે જેમાં ઉદ્યોગપતિથી લઈ રાજનેતાઓ પણ જોડાયા હોવાની શકયતાઓ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે કલીનચીટ જાહેર કરી છે.આ પૂર્વ ૧૪મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે રાફેલ અંગેની સુનાવણી સ્થગીત કરી હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ સોરી, યશવંત સિન્હા, વકીલ પ્રશાંત,ભુષણ, એમ.એલ.શર્માનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે, રાફેલ વિમાનની કિંમતો અંગે પારદર્શકતા રાખવામાં આવી નથી. ત્યારે વિપક્ષી નેતાઓને પણ રાજનૈતિકસ્ટંટ કરવા માટે મંદિર ઉપરાંત વિમાનનો પણ મુદ્દો મળ્યો હતો જેનો લાભ વિપક્ષોએ લીધો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કલીનચીટ આપતા વર્તમાન સરકારને લાભ થયો છે. રાફેલ ડીલ ૫૮૦૦૦ કરોડ રૂપિયાની થઈ હોવાનું તારણ છે. કોંગ્રેસે રાફેલ અંગે કેન્દ્ર સરકારને ભીડવવાની પુરી કોશીષ કરી હતી. પરંતુ સરકારનો પક્ષ છે કે,૨૦૧૩માં યુપીએ સરકારે રાફેલ સોદા દરમિયાન મસોદેને આગળ રાખ્યો હતો અને સરકાર મુજબ રાફેલ વિમાનનું નિર્માણ ફાન્સમાં જ થયું હતું પરંતુ યુપીએ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોમાં વધુ સમય વેડફાતા રાફેલ સોદાની કિંમતોમાં વધારો થયો હતો.