એક દિવસમાં ૧૦ કેસોનો નિકાલ કરવા મુખ્ય ન્યાયાધીશની અપીલ
કોર્ટમાં પેન્ડીંગ કેસોનો ભરાવો તા સુપ્રીમ કોર્ટે કમરકસી છે. આ કામગીરી અંતર્ગત આગામી ઉનાળુ વેકેશનમાં પણ સુપ્રીમ કોર્ટ ૫૩૦૦ કેસોની સુનાવણી કરીને તેનો નિકાલ કરશે. મે ૩૧ી શ‚ તી કામગીરીમાં મહત્વના તમામ ન્યાયાધીશો પણ હાજર રહેવાના છે.
સુપ્રીમે દર્શાવેલી એક યાદીમાં કોર્ટ ૫૨૯૮ કેસોની સુનાવણી કરવાનું છે. આ કામગીરી ૨ જુલાઈ સુધી ચાલુ રહેશે જેમાં વોટ્સએપ યુઝર્સ ડેટા કલેકશન, ઘુસણખોરી, ત્રિપલ તલાક સહિતના મહત્વના મુદ્દાઓ પણ હામાં લેવામાં આવશે. આ કેસોની યાદીમાં જો કોઈ વધારાની અરજીનો સમાવેશ કરવાનો હશે તો તેના માટે નોંધ કરાવવી પડશે. ત્યારબાદ આ કેટેગરીમાં વેકેશન દરમિયાન સુનાવણી ઈ શકશે.
બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની ૧૫૦મી વર્ષગાંઠે મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરે અપીલ કરી હતી કે, પેન્ડીંગ પડેલા કેસોનો ઝડપી નિરાકરણ ાય તે માટે ન્યાયાધીશોએ ગંભીર બનવું પડશે અને ઝડપી કામગીરી કરવી પડશે. વધુમાં ઉનાળુ વેકેશનની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, દરેક દિવસમાં ૧૦ કેસોનો નિકાલ ાય તે માટે પુરતા પ્રયત્નો વા જોઈએ.