- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની રાષ્ટ્રીય કક્ષાએ લેવાયેલી નોંધ ગૌરવપૂર્ણ બાબત: રશ્મીકાંતભાઇ મોદી
- તાજેતરમાં ધણાં પડકારો અને સંધર્ષ બાદ જાહેર કરવામાં આવેલ નીટના પરિણામમાં રાજકોટની સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામની રાષ્ટ્રીય કક્ષાએ લેવાયેલ નોંધ શિક્ષણ જગત અને ખાસ કરીને રાજકોટ માટે ગૌરવવંતી બાબત છે.
આ આંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સાંચાલક મંડળની મોદી સ્કૂલના સંચાલક અને 1980ની સાલર્થી શિક્ષણ ક્ષેત્ર સાર્થે સંકળાયેલા ડો. રશ્મિકાંભાઈ મોદી એ જણાવ્યું હતું કે ધોરણ 12 પછી મેડિકલ, ડેન્ટલ, આયુવેદ, હોમિયોપેર્થિક કોલેજોના પ્રવેશ માટે સમગ્ર ભારતભરમા યોજાતી નીટ યુ જી પરીક્ષાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં ચાલેલા કેસમાં વિદ્યાર્થીઓના વિશાળ હિત ને ધ્યાનમાં લઇ ચીફ જસ્ટીસે ચુકાદો આપ્યો. જેમાં નીટની પરીક્ષા ફરીર્થી ન લેવાનો નિર્ણય તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને એમના શિક્ષકોને માનસિક તણાવમાંર્થી રાહત આપનારો છે. કેમકે સતત બે વર્ષની આકરી મહેનતને અંતે આપેલી પરીક્ષા જો બે-ત્રણ માસ પછી ફરી આપવી પડે તો તે પરિસ્થિતિ તમામ માટે કઠિન હતી. આ કેસમાં જે ચર્ચાઓ ર્થઈ તેમાં રાજસ્થાનમાંર્થી કોટા શિખર, ગુજરાતમાંર્થી રાજકોટ અને તામિલનાડુ માંર્થી નકમાકલને રાષ્ટ્રીય લેવલની જી મેઇન, જી એડવાન્સ અને નીટની પરીક્ષા માટે એજ્યુકેશનલ હબ તરીકે ગણના ર્થઈ. આ સેન્ટરના બાળકો ઘણા મોક પ્રશ્નપત્ર સોલ્વ કરે છે. જ્યારે બાળક વાસ્તવિક પરીક્ષા આપે છે તે પહેલા લગભગ 200 ર્થી વધુ પરીક્ષા આપી ચૂક્યો હોય છે અને આ સેન્ટર નયાં રિઝલ્ટ આવે છે આવી ઘણી બધી બાબતો આમ આપણા રાજકોટની રાષ્ટ્રીય લેવલે નોધ લેવાણી આ બાબત આપણા ગુજરાતીઓ માટે ખાસ કરીને રાજકોટ માટે ગૌરવ સમાન છે એમાં પણ જોવા જઈએ તો કોટા અને શિખર વગેરેમાં ડમી સ્કૂલ નો ક્ધસેપ્ટ છે અને કોચિંગ ઇન્સ્ટિટયૂટ્સનું રીઝલ્ટ છે. જ્યારે રાજકોટની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલીંગ સિસ્ટમનો ક્ધસેપ્ટ છે. કોટા શિખર કરતા રાજકોટ આગળ જ છે એટલુંં જ નહીં કદાચ સમગ્ર ભારતભરમાં સભંવત પ્રથમ સ્થાને રાજકોટ હશે. આ બાબત અહીંની સ્કુલીંગ સિસ્ટમ ઉપર વાલીઓએ મુકેલો ભર્રોસાનો પડઘો છે.
રાજકોટ શહેરમાં નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળામાં જ ભણતા હોવાથી તેને શાળાનું વાતાવરણ, શિક્ષકની હુંફ અને સંચાલન તરફથી સહકાર મળતો હોવાથી વિદ્યાર્થીઓ શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે પણ સુદ્રઢ અને સ્વસ્થ હોય છે. આ કારણે રાજકોટ શહેરમાં આવા પ્રકારની ઘટનાઓ જોવા મળતી નથી જે પણ એક નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિશ્ર્લેષણનું તારણ છે.
રાજકોટને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષામાં ટોચ ઉપર રહેવા માટે કરવામાં આવેલ અર્થાગ પરિશ્રમ માટે તમામ વિદ્યાર્થીઓ, ગુરુજનો, વાલી મિત્રો અને સ્કૂલ સંચાલકોને મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી સહિત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, તેમજ કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી તરફર્થી તેમજ સમગ્ર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પરિવાર તરફર્થી અભિનંદનવર્ષા કરવામાં આવી રહી છે