કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં કાવેરી નદીના પાણીની વહેચણી માટે ઘણાં સમયથી ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે તેમની સુનાવણીમાં કહ્યું છે કે, કોઈ પણ રાજ્ય નદી ઉપર તેમનો દાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે તામિલનાડુને મળતા પાણીનો હિસ્સો ઘટાડીને કર્ણાટકનો પાણીનો હિસ્સો વધારી દીધો છે. હવે તામિલનાડુને 177.25 ટીએમસી પાણી આપવામાં આવે છે. કર્ણાટકને 14 ટીએમસી પાણી હવે પહેલાં કરતા વધારે મળશે.
કર્ણાટક-તમિલનાડુ વચ્ચે વિવાદ વધારે
આ વિવાદ મુખ્યરીતે તમિલનાડુ અને કર્ણાટકની વચ્ચે છે. બંને રાજ્યોને એકબીજાને ઓછું પાણી આપવા માગે છે.
ક્યારે શરૂ થયો વિવાદ?
આ વિવાદ લગભગ 135 વર્ષ જૂનો છે. દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખાતી કાવેરી નદી એક આંતર રાજ્ય નદી છે. કર્ણાટક અને તમિલનાડુ કાવેરી ઘાટી સાથે સંબંધિત બે મુખ્ય રાજ્યો છે. કાવેરીના કોતરોનો એક ભાગ કેરળમાં પણ આવેલો છે અને સમુદ્રમાં કાવેરીના મિલન પહેલા નદી કરાઈકાલથી પસાર થાય છે. કરાઈકાલ પુડ્ડુચેરીનો ભાગ છે.