વાકાવડ ગામે પીજીવીસીએલએ કારખાનામાં દરોડો પાડી અડધા કરોડની વીજ ચોરી પકડી પાડી તી
રાજકોટના વાંકાવડ ગામે કારખાનમાંથી ઝડપાયેલી રૂ.50 લાખની વીજ ચોરીના ગુનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપી કારખાનેદારની ધરપકડ સામે સ્ટે આપતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત ફરીયાદી દીવ્યકાંતભાઈ નાનજીભાઈ પટેલ, (નાયબ ઈજનેર) અને જી.ઈ.બી.ના અધિકારીઓ રાજકોટ તાલુકાના વાંકાવડ ગામે પરસોતમભાઈ વશરામભાઈની માલીકીના ઈમીટેશનના કારખાનામાં વીજ ચોરીની કાર્યવાહી કરવા માટે રાત્રીના બે વાગ્યે ગયા હતા.
વીજ ચેકીંગ કાર્યવાહી દરમ્યાન આરોપીએ ટ્રાન્સફોરમરમાંથી વધારાના કેબલ વડે ડાયરેકટ વીજ ચોરી કરતા મળી આવ્યા હતા. અને ત્યાં આરોપી હાજર હોય તેઓએ કોઈને ફોન કરતા ઈકો ગાડીમાં ત્રણ અજાણ્યા માણસો આવ્યા હતા. અને વીજ ચોરીની કાર્યવાહી નહી કરવા જણાવી અધીકારીઓ અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી પાઈપ અને લાકડી લઈને આવી વીજ ચેકીંગ શીટ અને રોજકામના કાગળો ફાડી નાખેલા હતા અને ફરજમાં રૂકાવટ અંગેની ફરીયાદ આપેલ.
ત્યારબાદ સ્થાનીક પોલીસ ને સાથે લઈ ફરીવાર ત્યાં વીજ ચેકીંગ કરવા ગયેલા હતા ત્યાં જોતા મીટર તથા કેબલ બાળી નાખેલ હતો બળી ગયેલ મીટર તથા કેબલ કબ્જે કરેલ હતો ફરીથી ચેકીંગ શીટ તથા રોજકામ કરી કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ 44,66,385 અને કમ્પાઉન્ડીંગ એમાઉન્ટ થઈ આશરે રૂા. 50,00,000- ની વીજચોરીની ફરીયાદ નોંધાવી હતી. આરોપીએ ફરજમાં રૂકાવટના ગુનામાં જામીન મુક્ત થયા બાદ વીજ ચોરીના ગુનામાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરતા આરોપીએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે આગોતરા જામીન અરજી ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીની ધરપકડ સામે સ્ટે આપતો હુકમ કર્યો છે.
આરોપી પરસોતમભાઈ માલકીયા વતી સુપ્રીમ કોર્ટના એડવોકેટ પૂર્વીશ મલકાન અને રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, રવીરાજભાઈ વાળા અને ચીરાગભાઈ સંચાણીયા રોકાયા હતા.