કુસલાયાના કુખ્યાત દાણચોર અનવર સુભાનીયાને ૨૬ વર્ષ જુના ‘ટાડા’ કેસમાં નિર્દોષ જાહેર કરવા સામે રાજય સરકારે સુપ્રીમમાં કરેલી અરજીમાં સુપ્રીમની તીખી ટકોર
પોરબંદર પાસેના ગોસાબારામાં આરડીએકસ ઉતારવા માટે થયેલા ટાડા કેસમાં ગુજરાત પોલીસે ૨૫ વર્ષ પહેલા નબળી તપાસ અને અયોગ્ય કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી છે. જામનગર જીલ્લાના શસ્ત્રોના દાણચોર અને અંડર વર્લ્ડના સભ્ય મનાતા સલાયાના અનવર સુભાનીયા સામે કેસમાં સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણીઓ કરી હતી. આ કેસમાં પોરબંદરની ટાડા કોર્ટે સુભાનીયાને નિદોર્ષ છોડી મુકતા રાજય સરકારે આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જેની તાજેતરમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત પોલીસે કરેલી તપાસ અયોગ્ય હોવાનું જણાવીને જેમાં ટાડા કેસ નોંધતા પહેલા પોલીસ તંત્રએ યોગ્ય કક્ષાએ મંજુરી પણ ન મેળવી હોવાનું જણાવ્યું હતું. ગોસાબારામાં આરડીએકસ ઉતારવા બદલ સુભાનીયા સહીત રર શખ્સો સામે કેસ નોંધાયો હતો. આ કેસ નોંધાયો હતો. આ કેસ પોરબંદરની ટાડા કોર્ટમાં ચાલતા ર૦૧૦ માં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં જામનગર પોલીસે જુન ૧૯૯૩ માં સલાયા ગામે આવેલા સુભાનીયાના ઘર પર દરોડા પાડયા હતા.
આ દરોડા દરમ્યાનમાં સુભાનીયાના ઘરમાંથી પોલીસને એક વિદેશી બનાવેલ કાર્બાઇન ગન, બે રિવોલ્વર, ટ્રાન્સમીટર સાથે વોકી ટોકી સેટ, ૯ એમ.એમ. બંદુકના બાવન જીવતા કારતુસો મળી આવતા જેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેની આઇપીસીની વિવિધ કલમો સાથે ટાડાની કલમો પણ લગાવવામાં આવી હતી. પરંતુ જામનગરથી ખાસ કોર્ટમાં ચાલેલી આ કેસની સુનાવણી બાદ કોર્ટે જાન્યુઆરી ૨૦૧૦માં જેને પુરતા પુરાવાના અભાવે નિદોર્ષ જાહેર કર્યો હતો.
જેથી કોર્ટના આ હુકમ સામે રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાજય સરકારે આગ્રહ કર્યો હતો કે ટ્રાયલ કોર્ટે કબુલાતના નિવેદનોને ઘ્યાનમાં લેવા જોઇએ પછી ભલે તે આરોપીને ટાડા હેઠળ કરવાનો પ્રયાસ ના કરી જેની સુનાવણીમાં સુપ્રી. કોર્ટે જણાવ્યું હતું કે કબુલાતનું નિવેદન ટાડાના નિયમોની જોગવાઇઓ હેઠળ નોંધાયું હતું.
જેથી કબુલાતના અન્ય કાયદાઓ હેઠળ ગુન્હાઓ માટે ટ્રાયલમાં આરોપીઓ સામે કોઇ લાભ નહી હોય અને ચોકકસપણે સ્વીકાયા નહીં હોય ખાસ કરીને જયારે નિયુકત કોર્ટે માન્ય મંજુરીની અભાવ માટે ટાડા હેઠળના ગુન્હાની નોંધ લેતા ન હોય તેમ જણાવીને સુપ્રીમે હુકમમાં વધુમાં જણાવ્યું હતું કે હાલના કિસ્સામાં શોધ અને જપ્તી સંબંધીત કાર્યવાહી દ્વારા ઉત્પન્ન થયેલા પુરાવા જીવલેણ ખામીઓની ભરપુર છે.