સુપ્રીમે સ્ટે આપવાનો ઈન્કાર કરતા કેન્દ્ર સરકારને રાહત: ૧૫મીએ વધુ સુનાવણી
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા આર્થિક પછાત સર્વણો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરીને મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માયો હતો. મોદી સરકારના આ નિર્ણયથી ૫૦ ટકા કરતા વધારે અનામત ન રાખવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ભંગ થતુ હોવાના મુદે સુપ્રીમ કોર્ટમાં રીટ થઈ હતી જેની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ અનામતના અમલ પર સ્ટે આપવાનો ઈન્કાર કરીને આ મામલે આગામી ૧૬મીએ વધુ સુનાવણી હાથ ધરવાનો હુકમ કર્યો છે. દેશના મોટાભાગના રાજયોમાં નવા શૈક્ષણીક સત્રથી શૈક્ષણીક સંસ્થાઓમાં આર્થિક પછાત સર્વણોને ૧૦ ટકા અનામત આપવાનો પ્રારંભ થયો છે. ત્યારે સુપ્રીમ કોર્ટનાં સ્ટે નહીં આપવાના હુકમથી કેન્દ્ર સરકારે રાહત અનુભવી છે.
મોદી સરકાર દ્વારા આર્થિક પછાત સર્વણોને ૧૦ ટકા અનામત આપતા તેને સુપ્રીમ કોર્ટે ઈન્દીરા સહાની કેસમાં કરેલા ૫૦ ટકા વધારે અનામત ન રાખવાનો મર્યાદાના ઉલ્લંઘન સમાન ગણાવીને જનહિત અભિયાન યુથ ફોર ઈકવીલીટી, પિપલ્સ પાર્ટી ફોર ઈન્ડીયા (ડેમોક્રેટીક) સહિતની સંસ્થાઓ તથા અનેક અરજદારોએ સુપ્રીમ કોર્ટમા આ નિર્ણયને પડકાર્યો હતો. જેથી, ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેની આગેવાનીવાળી બેંચે આ રીટની સુનાવણી દરમ્યાન ફેબ્રુઆરીમાં મુદે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતુ જે બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મુદે જવાબ રજૂ કરીને આર્થિક પછાત સર્વણોને અનામત આપવાનો નિર્ણયને કાયદાકીય જોગવાઈ અનુસાર યોગ્ય માન્યો હતો.
ગઈકાલે આ કેસની સુનાવણી દરમ્યાન રીટ કરનારા અરજદારોએ આ કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ અનામતનો અમલ કરવા પર સ્ટે મૂકવા વિનંતી કરી હતી જેને જસ્ટીસ બોબડેની બેંચે ફગાવી દઈને આ કેસની તાત્કાલીક સુનાવણી યોજવાની માંગ સ્વીકારી હતી બેંચે આ અનામતની જોગવાઈમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો નથી તે ત્રણ સપ્તાહમાં તપાસવા તૈયારી દર્શાવી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી ૧૬મીએ યોજવાનો બેંચે હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટનાં આર્થિક પછાત સર્વણોને અનામત આપવાના અમલ કરવા પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા કેન્દ્ર સરકારે રાહત અનુભવી છે.