૧૬મી એપ્રિલે સુપ્રીમની ચુંટણીપંચ અંગેની સુનવણી
ચુંટણીપંચે ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ચુંટણીના જે નિયમો રિપ્રેઝેન્ટેશન એકટ ૧૯૫૦ અને ૧૯૫૧ અંતર્ગત રાખવામાં આવ્યા છે. તેને કેન્દ્ર સરકારને બદલે અપને અધિકાર આપો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચીફ ઈલેકશન કમિશનરને હટાવવાની પ્રક્રિયામાં પણ ફેરફારો થવા જોઈએ. તેમજ રાજયસભા અને લોકસભાની માફક ચુંટણીપંચને પણ સ્વતંત્રતા અને નાણાકિય અધિકારો હોવા જોઈએ.
વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર રિપ્રેન્ઝેન્ટેશન પીપલ એકટ ૧૯૫૦ અંતર્ગત ચુંટણીના નિયમોનો નિર્ણય લે છે ત્યારે રોલની અદલા બદલી અંગે ઈલેકશન કમિશને સ્પષ્ટતા કરી હતી કે તેમને ચુંટણી નિર્ધારણના હક આપે તેમજ ચુંટણી કમિશનરની બદલી માત્ર દોષારોપના આરોપ હોય તો જ હટાવવામાં આવે એવી માંગ કરી હતી. ભાજપના લીડર અશ્ર્વિની કુમાર ઉપાધ્યાયે આ અંગે અરજી કરી હતી ત્યારે ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, એ.એમ.ખાનવિલ્કર, ડી.વાય.ચંદ્રચુદે તેની સુનવણી કરી હતી.
ઉચ્ચ ન્યાયાલયમાં એર્ટની જનરલ કે કે વેનુગોપાલને જણાવ્યું હતું કે, સરકારે આ પરિસ્થિતિ બાદ નિર્ણય લેવા જોઈએ. માર્ગદર્શિકા જાહેર કરવાના સમર્થન અને બે ચુંટણી કમિશનરને કાઢવાના નિર્ણયો અંગે એર્ટોની જનરલને કોર્ટે કહ્યું કે, એપ્રિલ ૧૬ના રોજ આ અંગેની વધુ સુનવણી કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,