લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક્ક સહિતના વિવાદો માટે હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ, પારસીના અલગ-અલગ સિવિલકોડ કાયદાની સમાનતામાં વારંવાર બાધકરૂપ થતા હોવાને લઈ હવે સમાન સિવિલ કોડની આવશ્યકતા પર ન્યાયતંત્રનો ખાસ “ભાર”

ભારતમાં અલગ અલગ ધર્મના આસ્થાળુ નાગરિકો માટે સ્વધર્મના નીતી નિયમો મુજબ ના અધિકારો આપવા કાયદાઓ ના બદલે હવે “એક રાષ્ટ્ર એક કાયદા” ની મૂળભૂત બંધારણીય “અવીરભાવના” ને અમલમાં લાવવા માટેનો સમય પાકી ગયો હોય તેમ સુપ્રીમ કોર્ટે સરકારને સમાન નાગરિક સંહિતા માટે તાકીદ કરીને સમાન સિવિલ કોડ નો અમલ ક્યારે કરવામાં આવશે? તેના નિર્ણય ની છેલ્લી તક આપી  એક જ મહિનામાં સમાન સિવિલ કોડ અંગે નિર્ણય લઇ લેવાકહી દીધું છે.

એપેકસ કોર્ટ દ્વારા અગાઉ એક જાહેર હિતની અરજી માં સમાન નાગરિક ધારા અંગે બે મામલામાં છૂટાછેડા અને ભરણપોષણ ને લગતા કેસમાં ઊભી થયેલી વિસંગતતા ન્યાયિક  દાદ માંગતી અરજી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ કે કોલ અને એમ સુદર્શન દ્વારા આ અંગેની સુનાવણીની તારીખ આપી હતી અને આ કેસમાં મેઘાલય અને ઓરિસ્સા હાઇકોર્ટમાંથી કેસ સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો, અરજદારે સમાન સિવિલ કોડ ની માગણી કરતી જાહેરહીતની અરજીમાં સપ્ટેમ્બર 13 2019 ના સુપ્રીમ કોર્ટ એ જોસેફ કેસમાં વધુ એકવખત સમાન નાગરિક ધારો જરૂરિયાત પર ભાર મૂકીને જણાવ્યું હતું કે દેશમાં લગ્ન છૂટાછેડા અને વારસાઈ વિવાદોને ઉકેલવા માટે હવે એક સમાન નાગરિક સંહિતા ની જરૂર છે.

વર્તમાન સમયમાં હિન્દુ બૌદ્ધ શિખ જૈન હિન્દુ મેરેજ એક્ટ 1955 અને હિન્દુ વારસા અને ભરણપોષણએક્ટ અંતર્ગત નિયમો  છે જ્યારે મુસ્લિમો અને આ જ આ પરિસ્થિતિમાં મુસ્લિમ એક્ટ 1986 તો ખ્રિસ્તી માટે ભારતીય છૂટાછેડા અધિનિયમ 1879  અને પારસી લોકોને પારસી મેરેજ અને ડ્રાઇવર્સ એક્ટ 1936 મુજબ ન્યાય મળે છે.

પરંતુ આમાં ક્યાંય સંવિધાન એ આપેલા એકરૂપતા ના સિદ્ધાંતનો અમલ થતો નથી હવે દેશમાં સમાન સિવિલ કોડ ની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અદાલતે સરકારને આ અંગે ચાર અઠવાડિયા નો સમય આપીને સમાન સિવિલ કોડ ના અમલ માટે ની રૂપરેખા તૈયાર કરી લેવાની મુદત આપી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.