ઈસરોમાં 1994ના કથિત જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટે પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણને 24 વર્ષ બાદ અંતે રાહત આપી છે. કોર્ટે કહ્યું કે નમ્બી નારાયણની કેરળ પોલીસ દ્વારાકરાયેલી ધરપકડ કારણ વગરની હતી. અને તેમને માનસિક રીતે હેરાન પણ કરવામાં આવ્યાં.
I am yet to see the judgement. All I know is that Rs 50 lakh will be given as compensation and a judicial inquiry will be conducted: ISRO scientist Nambi Narayan pic.twitter.com/HKWxkhyz6w
— ANI (@ANI) September 14, 2018
સુપ્રીમ કોર્ટે ઈસરોના વૈજ્ઞાનિકને 50 લાખ રૂપિયા કોમ્પેનસેશન આપવાના આદેશ આપ્યાં છે. ત્યારે જાણીએ રોકેટ સાયન્ટિસ્ટ નારાયણનની જાસૂસીના આરોપમાં કરાયેલી ધરપકડથી લઈને નિર્દોષ થવાની સુધીની પૂરી વાત.
ઓક્ટોબર, 1994નાં રોજ માલદીવની મહિલા મરિયમ રાશિદાને તિરુવનંતપુરમમાંથી પકડવામાં આવી હતી.રાશિદા પર ઈસરોના સ્વદેશી ક્રાયોજનિક એન્જિનની ગુપ્ત જાણકારી પાકિસ્તાનને વેંચવાનો આરોપ હતો.