સુપ્રીમ કોર્ટના જજો ૧૭મીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કેસોની સુનાવણી હાથ ધરશે : વકીલો તેમની ચેમ્બરમાંથી કનેકટ થઈને દલીલો કરી શકશે

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો છે. લોકડાઉન દરમ્યાન ઈમરજન્સી સિવાયના તમામ સરકારી કામકાજોને પણ સ્થગિત કરી દેવામાંઆવ્યા હત જેમાં ન્યાયતંત્રનો પણ સમાવેશ થાય છે. હાલમાં દેશની તમામ કોર્ટોમાં અતિ જરૂ રી કેસોની સુનાવણી થાય છે. આ સુનાવણી પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે. લોકડાઉનના કારણે લાખો કેસોમાં ન્યાય તેળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેથી ન્યાયમાં વિલંબ ન રહે તેમાટે સુપ્રીમ કોર્ટે તેના ૪૫ દિવસના ઉનાળુ વેકેશનને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનાં ભાગરૂ પે આગામી ૧૭મી પડનારા વેકેશનનો રદ કરીને સુપ્રીમ કોર્ટના જજો વિડીયો કોન્ફરન્સ દ્વારા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી યોજશે

જસ્ટીસ એલ.એન.રાવની અધ્યક્ષતાવાળી બેંચના જસ્ટીસ આર.એફ.નરીમાન, યુ.યુ.લલીત એ.એમ. ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડની બનેલી કમિટીએ લોકડાઉન દરમ્યાન અને બાદમાં સુપ્રીમ કોર્ટની કામકાજ અંગે આ નિર્ણય કર્યો હતો. આ અંગેની માહિતી આપતા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતુ કે આગામી સપ્તાહથી ઉનાળુ વેકેશન રદ કરીને જજો કોર્ટરૂ મમાં બેસીને વી.સી. દ્વારા કેસોની સુનાવણી હાથ પર લેશે જયારે વકીલો તેમની ચેમ્બરમાંથી વીડીયો કોન્ફરન્સ દ્વારા પોતાની દલીલો રજૂ કરશે જજોની આ કમીટીએ ચીફ જસ્ટીસ એસ.એ. બોબડેને સોપેલા રીપોર્ટમાં ઉનાળુ વેકેશન રદ કરવા ઉપરાંત સાત સપ્તાહના વેકેશનને બે સપ્તાહનું કરવા તથા ઉનાળુ વેકેશનને બીજા સમયે રાખવા ભલામણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.