ભારત સરકાર દ્વારા સુપ્રીમમાં એફિડેવિટ દાખલ કરવામાં આવશે
અબતક, નવીદિલ્હી
ડિજિટલ કરન્સીને લઇ બજેટમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભારતમાં ક્રિપટોને લીગલ કરવામાં આવશે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે બીટકોઈન ને ધ્યાને લઇ અનેકવિધ લોકોએ છેતરપીંડી પણ હાથ ધરેલી છે આ પ્રકારના કિસ્સામાં જે ગુનાહિત કૃત્ય હાથ ધરવામાં આવ્યું હતું તેવા ત્રણ ભાઈઓ અને તેમના પિતા સમક્ષ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. ને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછતા કહ્યું છે કે શું બીટકોઈન કાયદેસર છે કે કેમ ? અને તે અંગે સરકારને એફિડેવિટ કરવા પણ તાકીદ કરી હતી.
સુપ્રીમકોર્ટના જજ ડી વાય ચંદ્રચૂડ અને સૂર્ય કાંતની બનેલી ખંડપીઠે અજય ભારદ્વાજ અને અન્યો વિરુદ્ધ જે એફઆઈ આર દાખલ કરવામાં આવેલી છે તેને રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને તાકીદ પણ કરવામાં આવી હતી. બીકટોઇનને લઈ જે છેતરપિંડી કરવામાં આવી હતી તેના આરોપીઓએ અનેક લોકોને બિટકોઇનમાં સારા વળતરની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી હાથ ધરી હતી. જે બાદ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
હાલ ડિજિટલ કરન્સી ને લઇ અનેકવિધ પ્રશ્નો ઉદભવી થઈ રહ્યા છે તો સામે જે રોકાણકારો ડિજિટલ કરન્સી મા રોકાણ કર્યું છે તેમને સારું એવું વળતર પણ મળે છે પરંતુ જ્યાં સુધી ભારતમાં તેને લીગલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અનેક વિવિધ પ્રશ્નો પણ ઊભા રહેશે. સામે સુપ્રીમ કોર્ટે પર અંતે સરકારને તાકીદ કરતાં જણાવ્યું છે કે ભારતમાં ડિજિટલ કરન્સી ને માન્યતા આપવામાં આવી છે કે કેમ અથવા તો તે કાયદેસર છે કે કેમ ? તેનું સૌથી મોટું કારણ એ છે કે રોકાણકારો સારા એવા વળતરની લાલચ છે ડિજિટલ કરન્સી મા રોકાણ કરી રહ્યા છે તો સામે તેઓ છેતરપીંડીનો પણ ભોગ બનતા નજરે પડે છે.