વિકાસ કામો આડે રોડા નાખવા ન્યાય પ્રણાલીમાં અરજીઓ-પીઆઈએલ દાખલ થતી હોય આવી બિનજરૂરી અરજીઓને રોકવા તખ્તો ઘડાશે
તારીખ પે તારીખ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટ સક્રિય
ભારતમાં ચાર સ્તંભોમાંથી સૌથી વધુ વિશ્વાસ લોકો ન્યાય પ્રણાલી ઉપર કરે છે. જોકે, કેટલાક એવા લોકો પણ છે જેઓ ન્યાય પ્રણાલીમાં અરજીઓ પીઆઇએલ દાખલ કરીને દુરૂપયોગ કરતા હોવાનું સામે આવે છે. જેથી વડી અદાલત અને હાઇકોર્ટ સહિતની અદાલતો બિનજરૂરી અરજીઓ રોકશે તેવું ફલિત થઇ રહ્યું છે.
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પોતે જ ગેરમાર્ગે દૂરથી અરજીઓ માટે માર્ગદર્શિકા ઘડી કાઢશે ઘણી વખત એવું બનતું હોય છે કે જે તે વિકાસ કામ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તેના પર આક્ષેપો થતા હોય અથવા તો તેને અદાલતમાં પડકારવામાં આવે છે આવી સ્થિતિમાં કોર્ટને કેસ પણ ચલાવવો પડે છે અને તારીખ પે તારીખ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે એકંદરે વિકાસ કામ અટકી પડે છે. પરિણામે આવું ભવિષ્યમાં થાય નહીં તે માટે તખ્તો ઘડી કાઢવામાં આવશે. તાજેતરમાં વડી અદાલતે સેન્ટ્રલ વિસ્ટા અને નવી સંસદના પ્રોજેકટને લીલીઝંડી આપી હતી.
અગાઉ આ મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો જેમાં ન્યાયમૂર્તિ એ એમ ખાનવીલકર અને દિનેશ મહેશ્વરીએ સ્પષ્ટતા કરી હતી કે, પ્રોજેક્ટ ની તપાસ માટે ઘણી પરંપરાગત પદ્ધતિઓ ઉપલબ્ધ છે ત્યારે નવી નવી તપાસ થઈ શકે નહીં. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અરજકર્તા ની અરજીનો અસ્વીકાર કર્યો હતો.
લોકતંત્રમાં સરકાર પર ભરોસો રાખવો પડે છે લોકોના હિત માટે સરકારને મૂકીને પગલાં ભરવા પડે છે. જોકે કેટલાક લોકોનો મત સરકારથી ભિન્ન હોઈ શકે પરંતુ આવા મામલે વારંવાર ન્યાયપ્રણાલીને વચ્ચે લાવીને પ્રોજેક્ટ અટકાવી દેવા હિતાવહ નથી. ભૂતકાળમાં ઘણી વખત ન્યાયપ્રણાલીના સહારે વિકાસકાર્યોને રોકવાનો પ્રયત્ન થઈ ચૂક્યો છે.
અલબત્ત, હવે વારંવાર થતી જાહેર હિતની અરજીઓના કારણે અદાલતોનો સમય બગડે નહીં તે માટે પગલાં લેવામાં આવશે તેવું નિષ્ણાતોનું માનવું છે. અત્યાર સુધી જાહેર હિતની અરજીના નામે મોટા પ્રોજેક્ટો અટવાયા હોવાનું પણ સામે આવ્યું છે હવે વડી અદાલત અને હાઇકોર્ટ સહિતની ન્યાયપ્રણાલી સતર્ક થઈ ગઈ છે.