એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે: એક વિષયની ફી 130 અને બે વિષય ની ફી 185 નિર્ધારિત કરવામાં આવી: ક્ધયા -દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફીમાં મુક્તિ
ગઈકાલે ધોરણ-10નું બોર્ડનું પરિણામ આવ્યું. રાજ્યભરમાં ધોરણ 10 નું પરિણામ 64.62 ટકા રહ્યું છે. ત્યારે ધોરણ-10 ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.
ધોરણ 10 ની માર્ચમાં લેવાયેલ પરીક્ષા માં એક કે બે વિષયમાં નપાસ થનાર વિધાર્થીઓની પુરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યું છે.
તો સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા અને સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા છે. 30 ટકા કરતા ઓછુ પરિણામવાળી શાળા 1084 થઈ છે. તો ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા છે.
જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.
બોર્ડમાં ગેરહાજર વિદ્યાર્થીઓ પણ ફરી આપી શકશે પરીક્ષા
ગઈકાલે પરિણામ આવ્યા બાદ આજે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરાઈ છે. જેમાં પૂરક પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર શાળા દ્વારા જ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં એક વિષયના 130 રૂપિયા ફી અને બે વિષયના 185 રૂપિયા ફી ઓનલાઇન ભરવાની રહેશે. આ ઉપરાંત ક્ધયા અને દિવ્યાંગ વિધાર્થીઓને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ માર્ચ 2023 ની બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિધાર્થીઓ પર જુલાઈમાં પુરક પરીક્ષા આપી શકશે.