ભાલસર, સાસણ અને ચિત્રોડ પાસે આવેલા ઉદાસીન આશ્રમ શિવભકતો માટે આસ્થાનું કેન્દ્ર: 300 વર્ષ પહેલા સ્વયંમભૂ શિવલીંગ પ્રગટ થઇ હતી

જુનાગઢ જીલ્લામાં આપણી પ્રાચિન સંસ્કૃતિના અને કુદરતી વાતાવરણના અફાટ સૌદર્ય ધરાવતા વિવિધ સ્થળો આવેલા છે. ગીરના વિસ્તારનાં ગામો, નદીઓ, તળાવો સાથે વિવિધ ધોધ અને પ્રાચિન મંદિરો ભકતજનોના આસ્થાના કેન્દ્ર બન્યા છે. સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ આ સ્થળે ફરવા આવે છે.

જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના ભાલછેલ ગામ હિરણ નદીના કાંઠે આવેલું છે. ધરતી પર સ્વર્ગસમું વાતાવરણ ખડું કરતી આ જગ્યા લોકોના મન હરી લે છે. આજથી લગભગ 300 વર્ષ પહેલા હિરણ નદીમાંથી સ્વયંમભૂ પ્રગટ થયેલી શિવલીંગ સ્થાને હિરણેશ્ર્વર મહાદેવનું સ્થાપન કરાયું હતું. આ પવિત્ર જગ્યાની ચોમેર દિશાએ ભાલસર, સાસણ અને ચિત્રોડ જેવા મઘ્ય ગીરના ગામો આવેલા છે. આ હિરણ નદી બારે માસ પાણીની ભરેલી રહેલી હોવાથી ગીર સાવજો અહી પાણી પીવા અવાર નવાર આવે છે.

હિરણેશ્ર્વર મહાદેવ ઉદાસીન આશ્રમના મહંત દ્વારકાદાસજીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક પ્રાચિન જગ્યા છે, આસપાસના ગામો અને બહાર ગામથી આવેલા પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. કુદરતી નજારો વચ્ચે નદીના કાંઠે આવેલું ગીર જંગલનું એક માત્ર દર્શનીય સ્થળ છે. અહી હિરણ નદીમાં પહેલા ઘણી મગરો હતી, અને આજે પણ 10 થી 1પ મગરો અહી જોવા મળે છે. રાત્રે ગીર સાવજોના પરિવારોના ઝુંડ પાણી પીવા અચુક આવે છે. આ પવિર જગ્યાએ લોકો પિતૃકાય કરવા પણ આવે છે. ભકિતભાવ સભર તમામ કાર્યકમોમાં આશ્રમ હર હમેશ સહયોગ આપે છે.

ગીરના પ્રવાસે જાવ ત્યારે આ જગ્યા અચુક જોવા જશો ને કુદરતી અફાટ સૌદર્ય વચ્ચે નિજાનંદ માણવાનું ચુકશો નહી તેમ આશ્રમના મહંત દ્વારકાદાસજીને વશુભાં જણાવ્યું છે. હિરણનદીના કાંઠે આવેલા આ પવિત્ર સ્થળ ગુરુ પરંપરાની આપણી આદિત્યદાસજી ઉદાસીન મો. નં. 93525 66796 પર સંપર્ક કરવો. સાસણથી ભાલસર (ભાલ છેલ) ગામની પાસે હિરણ નદીના કાંઠે આ ઉદાસીન આશ્રમ આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.