કોલસો અને ખનીજ તેલ જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોત કે જેઓ મર્યાદિત છે. માનવજાત દ્વારા કરવામાં આવતા તેના સતત ઉપયોગને કારણે હવે તે ખુટવાને આરે છે. વિચારો તો… આ સ્ત્રોત ખતમ થઈ જાય તો ? કોલસા થકી મેળવાતી વીજળી, બણતર તરીકે થતો ઉપયોગ કઈ રીતે કરી શકાય ? પેટ્રોલ-ડીઝલ જ નહીં હોય તો દુનિયા થોભી જશે !! વીજળીનું ઉત્પાદન નહીં થાય તો અંધારપટ છવાઈ જશે !!
300 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડના ઘટાડા સાથે GDPના ત્રીજા હિસ્સાનું લક્ષ્યાંક સધાશે!!
યુનિટના ભાવ ગગડતા સોલાર રૂફટોપના રોકાણકારોને ફટકો ન પડે તે માટે ‘ઈન્સેન્ટિવ ડોઝ’ જરૂરી; સરકાર PLI સ્કિમના લાભો આપશે
બીન પરંપરાગત ઉર્જાના માધ્યમથી પર્યાવરણને સુરક્ષિત કરવાની સાથે અર્થતંત્રને વેગ આપવાનો સરકારનો ‘ગ્રીન ટાર્ગેટ’
જો માત્ર આ પરંપરાગત સ્ત્રોત પર જ નિર્ભર રઈ આડેધડ વપરાશ કરીશું તો ચોક્ક્સ આવી સ્થિતિ ઉભી થઇ શકે. આવી કપરી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અને પર્યાવરણને પણ હાનિ ન પહોંચે તે માટે આ પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ નિયમિત કરી તેને ઘટાડવો ખૂબ જરૂરી બન્યો છે. તો આના વિકલ્પ તરીકે સામે બિન પરંપરાગત ઉર્જા જેવા કે સૌર ઊર્જા, પવન ઊર્જા, ભૂતાપિય ઉર્જા અને ભરતી ઉર્જા એટલે કે દરિયાઈ ઉર્જાનો ઉપયોગ વધુમાં વધુ થાય તે પર ભાર મુકવો જોઈએ. સયુંકત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેપ્લોપમેન્ટ ગ્રોથ- એસડીજી અનુસાર વર્ષ 2022 સુધીમાં વિશ્વભરના દેશોને 10 લક્ષ્યાંક અપાયા છે. જેમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પર ભાર મૂકાયો છે. જે પર ભારતે પણ ધ્યાન દોરી મહત્વના પગલાં ભર્યા છે. આ હેઠળ સૌર ઊર્જા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
જેને વેગ આપવા દેશભરમાં કિસાન સૂર્યોદય યોજના, સોલાર રૂફટોપ યોજના અમલી બનાવાઈ છે. પરંતુ હવે સૂર્ય હવે વધુ ઝગમગાટ કરશે…. કારણ કે આ સોલાર ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરતા સોલાર ઉધોગો માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે અને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાનો એટલે કે પીએલઆઈ સ્કીમનો લાભ આપવા નક્કી કરાયું છે.
સોલાર ઉધોગો સાથે સંકળાયેલા લોકો કે સમૂહને તેમની ઉત્પાદન ક્ષમતાને આધારે સરકાર પ્રોત્સાહન પુરા પાડશે. નાણાંકીય સહાય કરશે. સરકારના આ નિર્ણયથી આ ક્ષેત્ર સાથે સંબધિત ઉધોગકારો પ્રોત્સાહિત થશે અને સૌર ઊર્જા થકી વધુ ને વધુ વીજળી ઉત્પાદન થશે. આની સાથે પર્યાવરણને પણ મોટુ સુરક્ષાબળ મળશે. આશરે 300 કરોડ ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડનો નાશ થશે. પર્યાવરણમાં આટલી મોટી માત્રામાં સીઓટુનો જથ્થાનો નાશ થતા પર્યાવરણ શુદ્ધ થશે. અને ભારત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૂચવાયેલા ગ્રીન ટાર્ગેટ અને ઝડપથી હાંસલ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી વીજ યુનિટના ભાવ પણ ઘટી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં શરૂ થયેલી સોલાર રૂફ ટોપ યોજનામાં રોકાણકારોએ રોકેલા પૈસા પર પણ જોખમ ઉભુ થયું છે. યુનિટના ભાવ ગગડતા રોકાણકારો નિરોત્સાહ ન થાય તે માટે સરકારે ઈન્સેન્ટિવ યોજનાનો લાભ આપવાનું નક્કી કર્યું છે.