તિવ્ર તાપી સૌરાષ્ટ્રના શહેરોના માર્ગો સુમસાન.
સોમના, દ્વારકા જેવા પ્રવાસન સ્ળોએ તાપમાન ઓછુ પણ બફારો ભયંકર.
સુર્ય દેવ સૌરાષ્ટ્ર ઉપર અગન વરસાવીને લોકોની આકરી કસોટી કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના મોટાભાગના સ્ળોએ તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો તિવ્ર ગરમીી ટળવળી રહ્યાં છે. બપોરે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે.
વહેલી સવારી જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભયંકર બફારાનો અનુભવ વા લાગે છે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોને બાદ કરતા અનેક સ્ળોએ લોકો ગરમીી ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન ખાતાના આંકડાનુસાર સૌરાષ્ટ્રનું અમરેલી ૪૪.૭ ડિગ્રી તાપમાન સો સૌી ગરમ શહેર છે. હજુ આવતા બે થી ત્રણ દિવસ સૂર્ય નારાયણનો પ્રકોપ યાવત રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
તિવ્ર ગરમીના કારણે બલ્ડ પ્રેસર, છાંતીમાં દુ:ખાવો, ઈન્ટરનલ બ્લીડીંગ, ડિહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા અને ચક્કર આવવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ખાનગી તા સરકારી દવાખાનાઓ ગરમીના કારણે યેલી ફરિયાદો સો દર્દીઓી ઉભરાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમી તા બફારાના કારણે શેરીઓ અને બજારો બપોર દરમિયાન સુમસાન જોવા મળે છે.
દરિયાકાંઠા નજીકના સ્ળોએ અન્ય સ્ળો કરતા ઓછુ તાપમાન નોંધાયું છે. અલબત દિવસ આખો દરિયો તપતો હોવાી ભેજયુક્ત ગરમી રહેતી હોય. સવારે ૧૧ થી સાંજે ૭ સુધી અસહ્ય બફારાનો અનુભવ થાય છે. જેના કારણે મુખ્ય માર્ગો પર ચહલ-પહલ ઓછી જોવા મળે છે. સોમના, દ્વારકા સહિતના પ્રવાસન સ્ળોએ પર્યટકો અકળાઈ ઉઠે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com