રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આગામી તા.૨૧ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણી નવ-કારોબારી સભ્યની જગ્યા ઉપર ૨૮ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં સમરસ પેનલ દ્વારા નવ કારોબારી સભ્યો ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી છે.
વધુમાં બારની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે પ્રતિસ્પધર્ર દ્વારા ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણીના અંતિમ દિવસોમાં સમરસ પેનલના કારોબારી સભ્ય આચાર્ય મનીષ ચાવડા રાજેશ, વિવેક ધનેશા, પંકજ દોગા, કૈલાશ જાની, કેતન મંડ, અજય પીપળીયા, વિજયકુમાર રૈયાણી અને પિયુષ સખીયા સહિત યુવા એડવોકેટએ ઝંપલાવ્યું છે.
સમરસ પેનલના કારોબારીની યુવા પેનલ દ્વારા આજે ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લઈ યુવા એડવોકેટ માટે કોર્ટમાં સગવડતા સેમીનાર અને પડતી મુશ્કેલી નિવારવા ઉભે પગે ઉભા રહેવાનો કોલ આ પ્યો અને સીનીયર જૂનિયર એડવોકેટોને સમર્થન આપ્યું છે.