ધર્મેશભાઈ સુચક દ્વારા ૧૧૨૭૨ વિદ્યાર્થીઓ, બિઝનેશમેન, એડવોકેટ, એકાઉન્ટન્ટ સહિતનાઓને જી.એસ.ટી. સંબંધિત માહિતી આપી વર્લ્ડ રેકોર્ડઝ ઓઈ ઈન્ડિયામાં રેકોર્ડ નોંધાવ્યો
રાજકોટની શૈક્ષણિક સંસ્થા સુચક કોમ્પ્યુટર દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઈવેન્ટ ‘લાર્જેસ્ટ જીએસટી મેરેથોન’નું આયોજન રાજકોટ તથા અન્ય વિસ્તારમાં ૨૬/૬ થી ૧૫/૭ સુધી કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને આજરોજ સુચક કોમ્પ્યુટર દ્વારા સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, કોલેજો, શાળાઓ તેમજ વ્યકિતગત આભાર વ્યકત કરવા થેંકસ ગીવીંગ સેલીબ્રેશનનું આયોજન હોટલ એવરગ્રાન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, ગાર્ડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણભાઈ શાહ, ગુજરાત હેડ ટેલી ઈન્સ્ટીટયુટ ઓફ લર્નિંગના અમિતભાઈ ચાંદર અને વેદમાતા કોલ્ડ સ્ટોરેજના એમ.ડી. યોગેશભાઈ જસાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુચક કોમ્પ્યુટરના મેનેજીંગ ડિરેકટર ધર્મેશભાઈ સુચક દ્વારા મલ્ટિપલ સેસન્સથી ૧૧૨૭૨ વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, એડવોકેટ, એકાઉન્ટન્ટ, શિક્ષકો તથા હાઉસવાઈફને જી.એસ.ટી. સંબંધિત માહિતી આપી ‘વર્લ્ડ રેકોર્ડઝ ઓફ ઈન્ડિયા’માં રેકોર્ડ નોંધાવેલ હતો.
પત્રકાર પરિષદ સંબોધતા ધર્મેશભાઈ સુચકે જણાવ્યું હતું કે જી.એસ.ટી. સંબંધિત મોટી સંખ્યામાં સેમિનાર કરી રેકોર્ડ બનાવાની વાત આવી ત્યારે ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા એ.સી.કોન્ફરન્સ હોલ અને વિદ્યાર્થીઓને કોલેજથી લાવવા મુકવા માટે ૧૨ જેટલી બસો આપવામાં આવી તેમજ ઈવેન્ટને સફળ બનાવવા ગાર્ડી વિદ્યાપીઠના તમામ સ્ટાફ અને રાજકોટ અને અન્ય ગામની કોલેજો અને સ્કૂલોને ખુબ સુંદર સહયોગ આપવામાં આવ્યો છે. તેમ જણાવ્યું હતું.
પત્રકાર પરિષદ દરમિયાન કાર્યક્રમને સફળ બનાવવા જે-જે સ્કૂલો, કોલેજો અને અન્ય સંસ્થાઓનો આભાર વ્યકત ધર્મેશભાઈ સુચકે કર્યો હતો. એવોર્ડ ફંકશન દરમિયાન જીનીયસ ફાઉન્ડેશન સંચાલિત વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઈન્ડિયાના ચીફ એડીટર પાવનભાઈ સોલંકી દ્વારા અને રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા જી.એસ.ટી. ઈન મલ્ટીપલ વેન્યુ રેકોર્ડ બનાવવા માટે મેડલ, સર્ટીફીકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે આનંદભાઈ મીરાણી, જૈમીન ભીંડા, હિતેષભાઈ સિનરોજા, પિયુષ કાચા, ઈકબાલ ‚પાણી, સંજય જોષી, વિજયભાઈ જોબનપુત્રા, સમીર ધોળકિયા, અલ્પેશ શિંગાળા અને અમિતભાઈ ભાયાણી વિગેરે જહેમત ઉઠાવી હતી.