ખૂલ્લી ટાંકીમાં ફસાયેલી ગાયને સેવાભાવીઓએ મહા મહેનતે બહાર કાઢી
ધોરાજીના અવેડા ચોકથી જીગર પાન વાળી શેરીમાં વૈષ્ણવ સમાજથી આગળ સામજીભાઇ વૈષ્ણવના મકાન પાસે 6 ફૂટ જેટલી ખુલ્લા પાણીના વાલ્વના ખાડાઓ છે અને રોડ-રસ્તા નવા બનવાને લીધે ત્યાં ટ્રાફીક પણ વધારે થાય છે. ત્યાં જ એક ગાય ખાડામાં ખાબકતા મહા મહેનતે સેવાભાવી યુવાનોએ કાઢી હતી અને લોકોના ટોળાઓ એકઠા થઇ ગયેલ ત્યાં રસ્તા પર વાહનો અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે ત્યાં કોઇનો ભોગ લેવાય તે પહેલા નગરપાલિકા પાણીના વાલ્વના ખાડાઓ અંગે યોગ્ય કરાઇ તેવી લોકમાંગ ઉઠી છે.w