તાત્કાલીક અસરથી પોસ્ટ ઓફીસ શરુ નહીં કરાય તો ચેમ્બર ઓફ કોમર્સના નેજા તળે ઉગ્ર આંદોલન
ઉપલેટામાં ગાંધી ચોક પોસ્ટ ઓફીસર એકાએક તાત્કાલીક બંધ કરી દેવાતા લોકોમાં વહીવટી કામની પ્રક્રિયામાં ખુબ જ મુશ્કેલી ઉભી થયેલ છે. આ પોસ્ટ ઓફીસ હાલ લાતી પ્લોટ જેરામભાઇ હોલની બાજુમાં ખસેડેલછે. ત્યાં પણ તદ્દન નાની જગ્યા છે. બે પોસ્ટ ઓફીસનો વહીવટ કરવામાં તકલીફ પડે. છેલ્લા સમયથી ઉપલેટાનો વિસ્તાર ખુબ જ વધેલ છે. હાલ ર (બે) બ્રાંચની જરુર છે. તેવામાં આ પોસ્ટ ઓફીસ બંધ થવાથી લોકોમાં ખુબ જ રોષ છે. પોસ્ટમાં સીનીયર સીટીઝન તથા બેંક સેવા તેમજ બીજી ઘણી સેવા પોસ્ટ મારફત ચાલુ થયેલ છે. આ સેવા લોકો સુધી પહોચાડવા વધારે બ્રાંચો હોવી જરુરી છે. લોકોને સેવા આપવા કરતાંબ્રાંચો બંધ કરવામાં આવે તે સરકારની નીતી યોગ્ય નથી. આ સવાલથી ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના મંત્રી વિનુભાઇ ઘેરવડા એક અખબારી યાદીમાં જણાવે છે કે બંધ કરેલ બ્રાંચને તાત્કાલીક શરુ કરો અને વધારાની બીજી નવી બ્રાંચ બસ સ્ટેશન પાછળ ઢાંકની ગારીમાં શરુ કરો. લોકોની માંગણી છે. કે આ સવાલને તાત્કાલીક યોગ્ય નિકાલ કરવામાં નહી આવે તો ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં આગામી દિવસોમાં ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.