ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંતે ભુજના દર્દીને યોગ્ય સારવાર આપી: સામાન્ય રીતે યંગ વુમનને રોગ થતો હોવાનું જણાવતા ડો. ભટ્ટી
ગોકુલ હોસ્પિટલના કાડિઓલોજીસ્ટ ડો. તુષાર ભટ્ટીએ ભાગ્યે જ જોવા મળતા ‘ટાકાયાસુ આર્ટ રાઇટીસ’રોગનું સફળ નિદાન કરી ભુજના દર્દીને સચોટ સારવાર આપી છે. ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) માં હ્રદયરોગ વિભાગમાં ડો. તુષાર ભટ્ટી સેવાઓ આપી રહ્યા છે. જેમણે એમ.બી.બી.એસ.ની ડીગ્રી રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજમાંથી મેળવેલ છે. યશોદા સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલ, હૈદરાબાદ થી ડી.એન.બી. જનરલ મેડીસીન અને ડી.એન.બી. કાર્ડીઓલોજીની ડીગ્રી ક્રિષ્ના ઇન્સ્ટિયુટ ઓફ સાયન્સ સિકંદરાબાદથી પ્રાપ્ત કરેલ છે. તેઓ એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટીક અને હ્રદયની લગતી તમામ સારવારનો બહોળલ અનુભવ ધરાવે છે.
મુળ કોલકાતાના પણ હાલ ભુજના રહેવાસી એક મહીલા દર્દી (ઉ.વ.૩૫) ને ચકકર આવવા કામ કરતી વખત બન્ને હાથમાં દુ:ખાવો રહેવો સ્નાયુઓનો દુ:ખાવો વગેરે જેવી ફરીયાદોથી છેલ્લા એક દોઢ વર્ષથી પીડાતા હતા. આ માટે છેલ્લા એક વર્ષમાં તેઓએ કચ્છ-ભુજ ના ઘણા ડોકટરો પાસે સારવાર કરાવી હતી. મુળ કોલકાતાના હોવાથી તેઓ જયારે કોલકાતા ગયા હતા ત્યારે ભારતની નામાકિત કોર્પોરેટ હોસ્પિટલમાં પણ સારવાર માટે ગયા હતા પરંતુ કોઇ જગ્યાએ થી ચોકકસ નિદાન શકય બન્યું ન હતું.
અલગ અલગ ઘણા રિપોર્ટ કરાવવા છતાં કોઇ ચોકકસ નિદાન શકય ન બનતા કોઇ એ રાજકોટ બતાવવાની સલાહ આપી હતી. રાજકોટ આવ્યા બાદ તેઓ ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ ખાતે કાર્ડીઓલોજીસ્ટ ડો. તુષાર ભટ્ટી પાસે સારવાર અર્થે પહોચ્યા હતા. ડો. ભટ્ટી એ દર્દીની ખુબ જ ઝીણવટભરી તપાસ કરી સીટી ઓટોગ્રામ કરાવવાની સલાહ આપી હતી. બધી તપાસના અંતે રેરેસ્ટ ઓફ રેર ગણાતા રોગ ટાકાયાસુ આર્ટરાઇટીસ હોવાનું નિદાન થયું હતું.
ટાકાયાસુ આર્ટરાઇટીસ વિશ્ર્વમાં એક લાખ વ્યકિતઓએ માત્ર ૨-૩ વ્યકિતઓમાં જ મળે છે. સામાન્ય ભાષામાં કહીયે તો લોહીની મોટી ધમનીઓમાં સોજો આવી જવો. આ રોગમાં સામાન્ય રીતે થાક લાગવો ચકક આવવા, હાડમાં તાવ રહેવો. કામ કરતી વખતે બન્ને હાથમાં દુ:ખાવો થવો વધુમાં દર્દીના બન્ને હાથમાં કાંડાના ધબકારા જોવા મળતા નથી બન્ને હાથમાં બ્લડ પ્રેસર અલગ અલગ આવવું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ઉપરાંત આ રોગ મોટાભાગે ૪૦ વર્ષ કરતા ઓછી ઉમરની સ્ત્રીઓમાં જોવા મળે છે. લોહીની ધમનીઓ જાડી થઇ જવા થી લોહીની હેરફેર અવરોધાય છે જેના કારણે આ રોગ થાય છે.
હાલ આ દર્દીની સારવાર ચાલુ થઇ ગઇ છે પણ આવા દર્દીઓની હાલતમાં સુધારો થવામાં ઓછામાં ઓા ૬ મહીના થી એક વર્ષનો સમય લાગી શકે છે. ઉપરાંત આ રોગ સંપૂર્ણપણે કયારે મટી શકે એ કહેવું શકય નથી. જવલ્લે જ જોવા મળતા અને જાપાનમાં આ રોગનું સફળતાપૂર્વક નિદાન કરવા બદલ ગોકુલ હોસ્પિટલના એ અબતક ની ખાસ મુલાકાત લીધી હતી.