શાળાનું ૯૪.૯૦% પરિણામ: બે વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉજવળ
આજે ગુજરાતભરમાં એસએસસીનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફમાં હરખની હેલીઓ વહેવા લાગી છે જેમાં એરપોર્ટ રોડ પર મા‚તીનગરમાં આવેલી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિરનું ૯૪.૯૦ ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિરના કુલ ૯૮ વિદ્યાર્થીઓએ એસએસસીની પરીક્ષા આપી હતી જેમાં ૯૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમાં વિષયવાર પરિણામમાં ગુજરાતીનું ૧૦૦% અંગ્રેજીનું ૯૭.૯૫% સામાજીક વિજ્ઞાનનું ૧૦૦% ગણિતનું ૯૪.૯૦% વિજ્ઞાન અને ટેકનોલોજીનું ૯૪.૯૦% તથા સંસ્કૃતનું ૯૬.૯૩% સાથે વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.
ધો.૧૦નાં પરિણામ આવ્યા બાદ સરસ્વતી શીશુ મંદિરમાં બે વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉજવળ થયા છે. ત્યારે અપૂર્વ મણીયારએ જણાવતા કહ્યું હતુ કે, અત્યારનું શિક્ષણ અનિવાર્ય તો છે જ, પરંતુ સાથોસાથ સંસ્કારનું સિંચન થાય તે પણ અનિવાર્ય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓએ પોતાનો વિકાસ કેવી રીતે થાય તે જોવું ફરજીયાત થઈ ગયું છે. જેનાં માતા પિતાનું પણ યોગદાન મહત્વનું છે. હાલની શાળામાં વિદ્યાર્થીઓ ખરા અર્થમાં શિક્ષણથી વંચીત રહ્યા છે જે દુ:ખની વાત છે.