પત્રકાર સંઘ દ્વારા સન્માન: સીસી ટીવી કેમેરા, ટ્રાફીકને લગતા પ્રશ્ર્નો ઉકેલાશે: નો પાકિંગના બોર્ડ લગાવવા એસ.પી.ને અપીલ
ઉપલેટામાં જીલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં ગ્રામજનો સાથે લોક દરબાર યોજાયો હતો. સાથે સાથે લોકોની સુવિધા વધારવા ત્રણ નવી ચેક પોસ્ટનું લોકા અર્પણ પણ કરાયુ હતું.શહેરના કોલકી રોડ પર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં એસ.પી. બલરામ મીણાની હાજરીમાં યોજાયેલ લોક દરબારમાં શાક માર્કેટ, પોરબંદર રોડ પર અમીધારા રેસ્ટોરન્સ પાસે, તેમજ શહિદ અર્જુન રોડ પર ખુબ જ ટ્રાફીક થતો હોય તેવી રજુઆત જીલ્લા કિશાન મોરચના મહામંત્રી હરસુખભાઇ સોજીત્રાએ આ સ્થળો પર પોલીસ બ્રિગેડ મુકવા માંગણી કરેલ હતી. જયારે એસ.પી. બલરામ મિણાએ રાજમાર્ગ રોડ ઉપર મહત્વના ચોકમાં નગરપાલિકાના સહયોગથી સીસી ટીવી કેમેરા મુકવાની વાત કરતા પાલિકા પ્રમુખ દાનભાઇ ચુંદ્રવાડીયા એ સહકાર આપવાની વાત કરેલ જયારે શહેરની બહાર પાટણવાવ રોડ, પોરબંદર, ખાખીજાળીયા રોડ, કોલકી રોડ ઉપર નવી ચેક પોસ્ટ ઉભી કરતા તેનું લોકોપર્ણ એસ.પી. બલરામ મીણાના હસ્તે કરી ખુલ્લી મુકાઇ હતી. આ ચારેય પોસ્ટ ઉભી થતા બહારગામથી ગુનાહિત પ્રવૃતિ કરતા શખ્સો ઉપર લાગશે આ તકે જેતપુર ડીવાયએસપી જે.એમ. ભરવાડ ઇન્ચાર્જ પી.આઇ. રોક વી.એમ. લગારીયા છગનભાઇ સોજીત્રા, ગોપાલભાઇ ઝાલાવડીયા, નીતીનભઇ અધેરા, લાખાભાઇ ડાંગર સહીત અનેક આગેવાનો હાજર રહેલ હતા.