રાજકોટ ચેમ્બર અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા સેમિનાર યોજાયો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુકત ઉપક્રમે નિકાસકારો માટે ‘એકસપોર્ટ શીપીંગ અને લોજીસ્ટીક’ અંગે જાણકારી માર્ગદર્શન આપતો સેમીનાર યોજવામાં આવેલ. આ સેમિનારમાં અમદાવાદનાં નિષ્ણાંત વકતા ડો. દર્શન મશરૂએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નિકાસકારોને વિગતવાર જાણકારી આપેલ.
પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ અને ફીઓનાં ક્ધવીનર પાર્થભાઈ ગણાત્રાએ સર્વેનું આ સેમિનારમાં સ્વાગત કરી દર્શન મશરૂની અભ્યાસપૂર્ણ જાણકારી આપણે સૌને ઘણી ઉપયોગી બની રહેશે તેમ જણાવેલ.
ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે રાજકોટ ચેમ્બર ૬૫ વર્ષથી વેપાર ઉદ્યોગ અને શહેરી વિકાસમાં આગવું યોગદાન આપી રહેલ છે. સાથોસાથ વેપાર ઉદ્યોગકારોમાં અવરનેશ માટેના સેમીનારો મીટીંગો માટે અમારી સંસ્થા મોખરે રહેલ છે. નિકાસકારોને કોઈપણ પ્રશ્ર્નો સમસ્યાઓ હોય તો રાજકોટ ચેમ્બરને જાણ કરી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું તેમ જણાવેલ.
સેમીનારના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડે. ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ અભિશેક શર્માએ ડીજીએફટી ડિપાર્ટમેન્ટમાં આયાતકારો નિકાસકારો માટે જે જવાબદાર સંભાળી રહી છે. તેનો ખ્યાલ આપી ડીજીએફટીમાં ડ્રો બેક એપ્લીકેશન વગેરે કાર્યવાહી ઓનલાઈન કરાયેલ છે. ફોરેન ટ્રેડમાં જયારે પણ જયાં પણ પ્રશ્ર્નો ઉદભવે છે. તે નિવારવા ડીજીએફટી હંમેશા પ્રવત્નશીલ રહે છે. અને નિકાસકારોને કોઈપણ મુશ્કેલી ઉદભવે તો વિના સંકોચે ડીજીએફટી ઓફીસનો સંપર્ક કરવા જણાવેલ.