જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે મહિલા સશક્તિકરણ સદર્ભે બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાઓ થીમ હેઠળ ઉજવણી કરાઈ
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મોરબીની જે.એ.મહિલા આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને સમાજમાં થતી ભૃણ હત્યા રોકવા જાગૃત કરવામાં આવી હતી.
રાજયભરમાં મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાઓ થીમ આધારિત આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમે મહિલા કોલેજ ખાતે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ દિપ પ્રગટાવી ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીનીઓ ને જણાવ્યું હતુ કે સમાજની ઉન્નતી માટે શિક્ષણ તેમજ દુરસ્તી ખુબજ જરૂરી છે જે સમાજની બહેનોમાં શિક્ષણ અને દુરસ્તી પ્રમાણ વધુ હશે તે સમાજ ચોક્કસ ઉન્નતી કરે છે.
વધુમાં કલેકટરે વિદ્યાર્થીનીઓને જીવનમાં આગળ વધવા માટે શુ કરવુ ?, કેમ કરવુ ?, શા માટે કરવુ ?, આ ત્રિપારીમાણીક દ્રષ્ટ્રીકોણ કેળવવા પર ભાર મુકયો હતો. તેમજ તમારા થકી ભાવી પેઢીને પણ શિક્ષણ આપી શકો તે માટે સંતર્કતા જાગૃતતા દાખવી આ સમયે વિદ્યાર્થીનીઓ એ શિક્ષણ સાથે તદુરસ્તી જાળવવા અપીલ કરી હતી.
ડો. ભાવનાબેન જાનીએ કોલેજની વિદ્યાર્થીનીઓને હાલમાં સમાજમાં સેક્સ રેશીયામાં પુરૂષો સામે સ્ત્રીઓનું પ્રમાણ ઘટી રહ્યુ છે તે માટે વિદ્યાર્થીનીઓને જ્યારે તેઓ માતૃત્વ ધારણ કરે ત્યારે કોઈના દબાણમાં વશ થયા વગર ભૃણ હત્યાનો વિરોધ કરી તદુરસ્ત સમાજ જીવન બને તે માટે સમર્થ બનવા જણાવ્યુ હતુ. તેમજ દુરસ્તી જાળવવા શુ ધ્યાન રાખવુ તેની વિસ્તૃત માહિતી આપી હતી.