હવે ટોકન દરે વિદ્યાર્થીઓને ૧૨ સ્કિલ શીખવવામાં આવશે
રાજકોટની ગ્લોબલ સ્કીલ એકેડેમીના વિદ્યાર્થીઓને એકટિંગ શીખવવા માટે પદ્મશ્રી અને અભિનય જગતના ચાણક્ય મનોજ જોષી આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. અટલ બિહારી વાજપેયીના નિધનથી તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને હવે ગ્લોબલ સ્કીલ એકેડમીમાં વિદ્યાર્થીઓને ટોકન દરે ૧૨ સ્કીલ શીખવવામાં આવશે તેવી જાહેરાત ગ્લોબલ સ્કિલ એકેડમીના ડાયરેક્ટર ડો.મેહુલ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધતા કરી હતી.
ગ્લોબલ સ્કિલ એકેડેમી અંતર્ગત વિવિધ સ્કીલના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં એક્ટીંગમાં ૧૨૦, એન્ડ્રોઇડ ડેવલોપમેન્ટમાં ૬૮, ફિલ્મ મેકિંગમાં ૬૮, ડાન્સિંગમાં ૯૮ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
વધુમાં ગ્લોબલ સ્કીલ એકેડમીના ડાયરેકટર ડો.મેહુલ રૂપાણીઆ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસથી ફોરેન લેંગ્વેજ, રોબોટિક, એન્ટરપ્રિન્યોરશીપ જેવી મહત્વની સ્કીલ ના વર્ગો શરૂ કરવામાં આવશે.
આજરોજ રાજકુમાર કોલેજ ખાતે પદ્મશ્રી મનોજ જોષી દ્વારા ગ્લોબલ સ્કીલ એકેડમીના એક્ટિંગ તથા ફિલ્મમેકિંગના તાલીમાર્થીઓને પ્રવર્તમાન સમયમાં ફિલ્મોમાં કઈ રીતે અભિનય થતો હોય છે સાથોસાથ પ્રોફેશનલ કરિયર કઈ રીતે બનાવી શકાય તે ઉપરાંત અલગ અલગ શૈલીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .આ વર્કશોપ અંતર્ગત એક્ટિંગ તથા ફિલ્મમેકિંગ ક્ષેત્રને લગતી જરૂરી ટીપ્સ પણ વિદ્યાર્થીઓને મનોજ જોશી દ્વારા આપવામાં આવી હતી.
ગ્લોબલ સ્કીલ એકેડમીના વિદ્યાર્થીઓને રાજેશ જોશી તેમણે ધર્મેશ મહેતાનો પણ લાભ મળી શકે તે માટે એકેડમીના ફાઉન્ડર તથા ડાયરેક્ટર મેહુલભાઈ રૂપાણી, સગુણ વણઝારા તથા રોમાંચ વોરાની દેખરેખમાં સંપૂર્ણ ગ્લોબલ સ્કીલ એકેડેમીની ટીમ જહેમત ઉઠાવી રહી છે.