ગણિત, વિજ્ઞાન જેવા વિષયો તો ઠીક, ગુજરાતી ભાષામાં પણ વિદ્યાર્થીઓ કાચા
બાળકો દેશનું ભાવિ છે તેમનું શ્રેષ્ઠ શિક્ષણ એક યોગ્ય સમાજની રચના કરે છે. માટે જ બાળકોનો અભ્યાસ ખુબ જ જરુરી છે. પરંતુ ઘણી સરકારી શાળાઓની બેદરકારીને કારણ દેશનું ભાવિ જોખમમાં છે જે રીતે પ્રાયમરી
કક્ષાના બાળકોને ભણાવવામાં આવે છે તે બાળકોને સમજાતુ જ નથી. આપણી શિક્ષણ પઘ્ધતિમાં સુધારાની આવશ્યકતા છે. ધો.પ અને ૭ માં અભ્યાસ કરાવતી સરકારી શાળાઓમાં માત્ર અડધી સંસ્થાઓ જ કલાસમાં વિષયો અને સિલેબસ પ્રમાણે ભણાવે છે. એટલે કે અડધો અડધ વિદ્યાર્થીઓને શાળામાં ભણાવેલું સમજાતુ જ નથી. નેશનલ એસેસ્મેન્ટ સર્વે મુજબ ગત વર્ષની એનસીઇઆરટી રાષ્ટ્રીય પરિષદ શિક્ષણ સંશોધન તાલીમ પ્રમાણે સામે આવ્યું હતું કે ધો.૮ ના ૫૨.૨૫ ટકા બાળકો અને ધો.પ ના ૫૮ ટકા બાળકો વર્ગમાં ભણાવેલા અભ્યાસને અનુસરે છે. તો શું બાકીના બાળકોને સમજાતુ જ નથી ? આ પૂર્વ પણ હેલ્ધ સર્વેમાં ગર્લ ચાઇર્લ્ડ એજયુકેશનના અભ્યાસ મુજબ ગુજરાતમાં વાલીઓ દિકરીના પ્રમાણમાં દિકરાને ભણાવવા વધુ ખર્ચતા કે ઇચ્છા ધરાવતા હોવાનું સામે આવ્યું હતું.
જો છોકરાઓ અને છોકરીઓ બન્નેની વાત કરવામાં આવે તો ધો.૩, પ અને ૮ ના બાળકોનું પર્ફોમન્સ લેવલ સરખુ મળ્યું હતું. ધોરણ ૩ અને પ ની સરખામણીએ ધોરણ ૮ ના બાળકો ગણીતમાં ઠોઠ જણાઇ રહ્યા છે. ધો.પ માં માત્ર ૨૪.૫ ટકા બાળકો ૭૫ ટકાથી વધુ શીખી છે. જયારે પર્યાવરણ વિજ્ઞાનની સરખામણીએ ગણિતમાં વધુને વધુ બાળકો અક્ષમ ફળ્યા હતા. નાસના કોર્ષમાં ભાષા, વાંચન, ગણિત, પર્યાવરણ વિજ્ઞાન અને સમાજ શાસ્ત્ર જેવા વિષયો હોય છે.
તો બાળકો વર્ગખંડમાં અભ્યાસને પચાવી કેમ નથી શકતા ? બાળકો ભણે છે પરંતુ સમજે છે અને તે જ્ઞાનને કાયમી માટે યાદ રાખે છે ? શિક્ષણ ક્ષેત્રે લાપરવાહી અતિ જોખમી છે. ત્યારે બાળકો અભ્યાસ મેળવવામાં નિષ્ફળ સાબીત થઇ રહ્યા છે. આમ તો પહેલાના સમય કરતાં આજે ભણતર ભાર વગરનું છે તેમ કહેવાય રહ્યું છે. પરંતુ આ ભણતર ખરેખર ભારવગરનું છે ખરું ?