રોજગારીની સંપૂર્ણ ગેરંટી સાથે ધો.૧ર પછી ત્રણ વર્ષ કોર્ષ દરમિયાન સઘન ઔઘોગિક તાલીમ સાથે સ્ટાઈપેન્ડ પણ મળશે: ર૧ જુલાઇએ પ્રવેશ પરીક્ષા
ભારત સરકાના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય અંતગત રચાયેલા લોજિસ્ટિકસ સેકટર કાઉન્સીલે રોજગારીની ગેરંટી સાથેના અભયાસક્રમ માટે આત્મીય યુનિવર્સિટી સાથે સમજુતી કરી છે. સમગ્ર રાજય માટે ગૌરવની વાત એ છે કે લોજિસ્ટિકસ સેકટર કાઉન્સીલે આ પ્રકારે સમજુતિ માટે સમગ્ર દેશમાંથી સર્વ પ્રથમ અને રાજયમાંથી માત્ર આત્મીય યુનિવર્સિટીની પસંદગી કરી છે. આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્કિલ ઇન્ડીયાના ફળ ગુજરાતના વિઘાર્થીઓને મળશે. આગામી વર્ષોમાં લોજિસ્ટિકસની વિવિધ શાખાઓમાં ગુજરાતનો દબદબો છવાઇ જાય તેવા સંજોગો રોજગારીની સો ટકા ગેરંટી સાથેના આ કોર્ષને કારણે સર્જાયા છે.
લોજિસ્ટિક સેકટરની માંગ પ્રમાણેનો અભ્યાસ ક્રમબી.કોમ. લોજિસ્ટિકસ આત્મીય યુનિવસિર્ટીમાં શરુ કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષના આ અભ્યાસક્રમમાં પહેલુ, ત્રીજું અને પાંચમુ સેમેસ્ટર આત્મીય યુનિવસિટી ખાતે તેમ જ બીજું, ચોથું અને છઠ્ઠું સેમેસ્ટર વિઘાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ વિષયને અનુરુપ ઉઘોગમાં પ્રત્યક્ષ તાલીમરુપે ભણવાનું રહેશે.
આ બીજાં ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરમાં વિઘાર્થીને એપ્રેન્ટિસ એકટ પ્રમાણે માસિક રૂા પાંચ હજારથી માંડીને રૂા દસ હજાર સ્ટાયફંડ આપવામાં આવશે. અભ્યાસક્રમ સફળ રીતે પૂરો કરનાર વિઘાર્થીને માસીક રૂા વીસ હજારથી લઇને રૂા પચીસ હજારના પગારથી યોગ્યતા પ્રમાણેની કંપનીમાં મેનેજર કે તેનાથી ઉંચા પદે ચોકકસ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે.
યુવાનોને રોજગાર આપવા માટે થઇને ભારત સરકારના અભિગમને વ્યકત કરતા આ કોર્ષમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા. ર૧ જુલાઇ રવિવાર સવારે તા. ૧૦ કલાકે આત્મીય યુનિ. યોગીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેરાખવામાં આવી છે. આ પ્રવેશ પરીક્ષા માટે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ-કચ્છ અને ગુજરાતના વિઘાર્થીઓએ તા. ર૦ જુલાઇ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે વિઘાર્થીઓ ૯૦૯૯૦ ૭૬૧૭૨ અને ૯૦૯૯૦ ૭૬૧૫૨ પર સંપર્ક કરીને વિશેષ માહીતી મેળવી શકે છે. આ ઉપરાંત નંબર ૯૩૨૮૨ ૨૫૫૬૧ ને પોતાની વિગતનો મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
આત્મીય યુનિવર્સિટીના પ્રો-ચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રનનાં જણાવ્યા મુજબ આ અભ્યાસક્રમ અને તેની શૈક્ષણિક સામગ્રી લોજિસ્ટિકલ સેકટર કાઉન્સીલ કે જેમાં વિવિધ ઉઘોગોમાં દિગ્ગજો સામેલ છે તેના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ઉઘોગોની માંગ પ્રમાણેના વિષય ઓફર કરવામાં આવે છે. તેમાંથી વિઘાર્થીએ પસંદગી કરવાની હોયછે.
આ ગેરટેડ રોજગારલક્ષી કોર્ષ શરુ કરવા માટે એનએએઅસી અને એનઆઇઆરએફ રેન્કીંગમાં ઉચ્ચ ક્રમાંક ધરાવનાર શિક્ષણ સંસ્થાનોમાંથી જ પસંદગી કરવાની હોવાથી ગુજરાતમાંથી હાલ આત્મીય યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. બી.કો. લોજિસ્ટિકસનો અભ્યાસક્રમ સમગ્ર રાજયના વિઘાર્થીઓ માટે સોનેરી તક સાબિત થશે.