પૂર્વ નૌસેના અધિકારી દુશ્મનોને પછડાટ આપતી ભારતીય સેનાની ગાથા વર્ણવશે
યુ.જી.સી.એ દેશભરની યુનિવર્સિટીઓમાં સર્જીકલ સ્ટ્રાઈક ડે ની ઉજવણીનો આદેશ આપ્યો છે તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શનિવારે સર્જીકલ સ્ટ્રાઈક ડે ની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવશે. સાથે જ પૂર્વ નૌસેના અધિકારી દુશ્મનોને પછડાટ આપતી ભારતીય સેનાની ગૌરવ ગાથા વર્ણવશે. યુવાનોમાં દેશદાઝ જન્મે અને સેનાની તાકાતથી પરિચિત થઈ શકે તે હેતુથી સર્જીકલ સ્ટ્રાઈક ડે ની ઉજવણી કરાશે.
ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય સેનાએ રાજકીય પીઠબળ સાથે વર્ષ 2016 માં કશ્મીરની પેલે પાર આતંકીઓની છાવણી પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં 80 આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. જે ઉરી હુમલાનો બદલો હતો. સેનાએ કઈ રીતે સર્જીકલ સ્ટ્રાઈક કરી અને આતંકીઓનો ખાતમો બોલાવ્યો ? તેની 49 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે. યુનિવર્સિટીના સેનેટ હોલમાં 29 મી એ સવારે 11:30 વાગ્યે પૂર્વ નૌસેના અધિકારી મનન ભટ્ટનું વક્તવ્ય યોજાશે. કેમેસ્ટ્રી, ફાર્મસી, એમ.બી.એ., હોમસાયન્સ સહિતના 250 વિદ્યાર્થીઓ સર્જીકલ સ્ટ્રાઈક કઈ રીતે થઈ એ નિહાળશે