હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પ્રશ્ર્નોની તજજ્ઞો પાસે ચકાસણી કરાવાશે અને જો તે યોગ્ય હશે તો તે મુજબ ફેરફાર કર્યા બાદ પરિણામ જાહેર કરાશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ખેલ અભિરૂચી કસોટીની આન્સર કી જાહેર કરાયા બાદ 127 ઉમેદવારોએ 15 પ્રશ્નો સામે વાંધા ઊઠાવ્યા છે. જેથી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પ્રશ્નોની તજજ્ઞો પાસે ચકાસણી કરાવાશે અને જો તે યોગ્ય હશે તો તે મુજબ ફેરફાર કર્યા બાદ પરિણામ જાહેર કરાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્તાહમાં જ પરિણામ જાહેર કરવાનું આયોજન કરાયું છે. ખેલ સહાયક બનવા માટેની પરીક્ષા લેવામાં આવ્યા બાદ આન્સર કી જાહેર કરી તેની સામે વાંધા હોય તો 5 ડિસેમ્બર સુધીમાં મોકલવા જણાવાયું હતું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જ ખેલ સહાયક બનવા માટેની ખેલ અભિરૂચી કસોટી લેવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યના 3591 ઉમેદવારો હાજર રહ્યા હતા. પરીક્ષા માટે 4893 ઉમેદવારો નોંધાયા હતા, પરંતુ પરીક્ષાના દિવસે 1302 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા લેવાયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આન્સર કી જાહેર કરાઇ હતી. આન્સર કીને લઈને કોઈ ઉમેદવારને રજૂઆત કરવી હોય કે વાંધો રજૂ કરવો હોય તો 5 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની મુદત આપવામાં આવી હતી.