દિલ્હી કોર્ટ દ્વારા જયુડીશીયલ એકેટ હેઠળ દિલ્હીના સંચાલકોને દંડિત કર્યા
દિલ્હી કોર્ટ દ્વારા શાળા સંચાલક અને પ્રિન્સીપાલને સાત વર્ષના વિદ્યાર્થીને કલાસની બહાર કાઢવા બદલ થયેલ માનસિક યાતના માટે ૨ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે શાળાના સતાધીશોને વિદ્યાર્થીને કલાસની બહાર કાઢી દંડીત કરવાનો કોઈ અધિકાર નથી. આ પ્રકારની સંચાલકોની વર્તણુક ઉચિત નથી.આ ઉપરાંત કોર્ટ ઓપીજી સ્કૂલના સંચાલક કવિતા ચંદ્રા અને પ્રિન્સીપાલ રાજવંત કૌરને કલાસની બહાર કાઢી મુકવામાં આવેલા વિદ્યાર્થીઓને થયેલી યાતના બદલ ‚ા.૨.૫ લાખ વળતર બાળકદીઠ ચુકવવાનો આદેશ કર્યો હતો.એડીશ્નલ ચીફ જસ્ટીસ અંકુર જૈન પાસે આવેલ કેસમાં ઘો.૩ના વિદ્યાર્થીને વર્ષ ૨૦૧૨માં કલાસની બહાર કાઢી મુકયા બાદ બાળકને માનસિક યાતના વેઠવી પડી હતી. આ બાબતને જુવેનાઈલ કેર-પ્રોટેકશન એકટ હેઠળ નોંધવામાં આવી હતી. તેમજ આ ઘટનાના આરોપીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં મામલો પહોંચે તે પહેલા જામીન અરજી કરવામાં આવી હતી. જેને ફગાવવામાં આવી હતી. કાયદા મુજબ આ પ્રકારના કેસોમાં છ માસની સજા પહેલા હતી તેમાં ફેરફાર કરીને ત્રણ વર્ષની સજાની હાલ જોગવાઈ છે. આ મામલે કોર્ટમાં શાળાના સતાધીશોએ જણાવ્યું હતું કે, બાળકીના માતા-પિતા દ્વારા ટ્રાન્સફર સર્ટીફીકેટ માંગવામાં આવ્યું હતું છતા તેઓ તેમની બાળકીને સ્કૂલમાં મોકલતા રહ્યા હતા. તેમ છતાં તેમને કલાસની બહાર મોકલવાની સજા સંભળાવવાનો કોઈ અધિકાર નથી એવું કોર્ટે જણાવ્યું હતું.બિમાર બાળકી સાથે શાળામાં યોગ્ય વર્તણુક થઈ ન હતી માટે તેને યાતના ભોગવવી પડી. બાળકીના વકીલ એડવોકેટે ગીતા સુમને કોર્ટના ચુકાદા માટે સંતોષ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે ખુશ છીએ કે પ્રથમ વખત આવો સુખદ ચુકાદો જયુડીશ્યલ જસ્ટીસ એકટ હેઠળ આપવામાં આવ્યો છે કે જેમાં શાળાના સતાધીશો દ્વારા બાળકને માનસિકયાતના બદલ સજા મળી હોય. આ અરજી એક સ્વયંસેવી સંસ્થા મારફતે બાળકીના પિતાએ ૨૦૧૨માં નોંધાવી હતી. જેમાં શાળાના સંચાલકો દ્વારા શાળાના કલાકો દરમ્યાન ૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ વાલીઓએ તેને સંસ્થામાંથી ઉઠાડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેના પિતા દ્વારા શાળાના સંચાલકો દ્વારા ફી વધારા સામે અને વધારાના ખર્ચા સામે પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા. તેના કારણે શાળાએ આમ કર્યું હોવાનો તેના પિતાએ દાવો કર્યો હતો. તેની બાળકીને તેના સહપાઠીઓથી દુર ખોટી રીતે કલાસની બહાર કાઢવામાં આવી હતી.જેના કારણે તેને બાળકો સાથેની કોઈ પ્રવૃતિમાં ભાગ લેવા દેવામાં આવી ન હતી.શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલના જણાવ્યા પ્રમાણે બાળકી ૨૦૦૮ થી નર્સરીમાં અભ્યાસ કરતી હતી ત્યારથી ૨૩ એપ્રિલ ૨૦૧૨ સુધી તેમની પાસેથી ટ્રાન્સફર સર્ટી માંગવામાં આવતા તે આપવામાં આવ્યું હતું. તેમના મતે સર્ટીર્ફીકેટ માગવા છતા તેઓ બાળકીને શાળાએ મોકલતા હતા માટે તેણીનું સારું લાગી નહોતું રહ્યું. તેમજ તેને ભૂતકાળમાં અસ્થમાની બિમારી હોઈ રજા માંગવામાં આવી હતી. આ બાબતોની વચ્ચે કોર્ટે સંચાલકોને બાળકીની યાતના માટે જવાબદાર ઠેરવ્યા હતા અને સજા સંભળાવી હતી.