કચ્છ અને મુંબઈ વચ્ચે પરિવહન માટે રેલ સેવા ઉપલબ્ધ છે પણ આ વચ્ચે એસટી વિભાગે વોલ્વો બસની સેવા પણ શરૂ કરી છે. ભુજથી મુલુંડ વચ્ચે એસટીની વોલ્વો બસ શરૂ થતાં કચ્છી માડુઓમાં આનંદ છવાઈ ગયો છે.
ભુજથી મુલુંડ વચ્ચેની એસટીની લકઝરી વોલ્વો બસ સેવા ભુજથી બપોરે 4 વાગ્યે ઉપડશે જે મુલુંડ બીજા દિવસે સવારના 11 વાગ્યે પહોંચશે. જ્યારે મુલુંડથી સાંજે 5 વાગ્યે આ બસ ભુજ આવવા નીકળશે. જે બીજા દિવસે બપોરે 11.45 કલાકે પહોંચશે. આ બસ સેવા શરૂ થવાથી કચ્છથી હેન્ડીક્રાફ્ટ, મીઠાઈ, ફરસાણ, સિઝનલ ફળો, કલા કારીગરી, મહિલાઓના ડ્રેસ જેવી અનેક વસ્તુઓ સરળતાથી પહોંચી શકશે.
જ્યારે મુંબઈથી પણ સામાન પાર્સલ સેવાથી ભુજ આવી શકશે. આ બસ ગઢશીશા, નેત્રા, કોઠારા, વર્માનગર અને નલિયા રૂટ પર દોડે અને એકની જગ્યાએ વધુ બસો શરૂ થાય તે માટેની કવાયત તેજ બની છે.