કપચી-રેતી, સિમેન્ટ, સ્ટીલ સહિતના મટીરિયલ વગર બાંધકામની કલ્પના પણ મુશ્કેલ: કોન્ટ્રાક્ટરો જવાબદારી નિભાવી ઉચ્ચ ક્વોલિટી આપવા હંમેશા પ્રયત્નશીલ
ભારત એ પ્રાચીનકાળથી સ્ટ્રક્ચર ડિઝાઇન તેમજ બાંધકામની અનોખી કલાકારીગરી માટે પ્રખ્યાત છે પ્રાચીન સમયથી ભારત તેની વિવિધ કલાત્મક બાંધકામોને લય વિસવવીખિયાત છે આજના આધુનિક યુગમાં ભારત પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે ત્યારે આજના બાંધકામ અને સ્ટ્રકચરને લઈ તેમાં જ બિલ્ડીંગ રો-મટીરીયલની શું જરૂર પડતી હોય છે ક્ધસ્ટ્રક્શન સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના વેપારીઓ તેમજ નામાંકિત બિલ્ડરોની મુલાકાત લેવામાં આવી જે બદલ વિગતવાર તેઓએ જણાવ્યું કે હાલ બાંધકામ માં નાનામાં નાની વસ્તુઓથી લઈ તેની ગુણવત્તા ખાસ કરીને તો જો વાત કરી તો જે સમયે બાંધકામ શરૂ હોય ત્યાં માલ કપચી રેતી સિમેન્ટ કઈ રીતના અને કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ તેને સમજાવ્યું હાલ લોકો માત્ર મકાન નહીં પણ પોતાનું સ્વપ્નનું ઘર ખરીદતા હોય છે તેઓને તેમના રહેણાકમાં જે વસ્તુ જરૂરી હોય તે મળી રહે તે હર હંમેશ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરો ધ્યાન રાખતા હોય છે હાલના સમયમાં માત્ર મકાન ઉભો કરી દેવાય એને મકાન ના કહેવાય તેની અંદર કેવી વસ્તુ વાપરવી જોઈએ કે તકેદારી ખૂબ જરૂરી છે જેને લઇ બિલ્ડર રેતી સિમેન્ટ કપચી અને સ્ટીલ ની તકેદારી રાખવી જરૂરી વેપારીઓએ પણ ખૂબ સાચી સચોટ અને ઉમદા માહિતી આપી સિમેન્ટની મજબૂતાઈ કેટલી હોવી જરૂરી છે અત્યારે ગુણવત્તાવાળી સિમેન્ટ આવી છે ૫૩ ગ્રેડ સિમેન્ટ વાપરવાની ખૂબ આવશ્યકતા વિવિધ ક્ષેત્રમાં વિવિધ સિમેન્ટ વપરાતી હોય છે તાપમાન મુજબ સિમેન્ટ વાપરવું જરૂરી છે આ જ રીતના સ્ટીલમાં સ્ટીલ કેવું વાપરવું જોઈએ સ્ટીલના પણ પ્રકાર છે આઠ એમ.એમ થી લઈ ૨૦ એમ એમ સુધી મકાન માં વપરાતા હોય છે બાંધકામ સમયે કોંક્રીટનું ધ્યાન રાખવું પડતું હોય છે.
ભરતીનું પણ ધ્યાન રાખવામાં આવે છે દરેક વખતે માલ ને યોગ્ય રીતે તપાસવામાં આવે છે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે છે બીમ કોલમ પણ ખૂબ મહત્વની વાત છે હાલ મોટી હાઈરાઈઝ બિલ્ડીંગમાં બીમ કોલમ એલ કોલમ આ બધા જ ભૂકંપપ્રૂફ આવા કોલમ બનાવવામાં આવે છે ખાસ કરીને અત્યારે વાત કરી તો હવે સમય એવો આવ્યો છે કે લોકોની સાવચેતીની જવાબદારી અને ચણતર સમયથી જ રાખવામાં આવતી હોય છે ક્ધટ્રકશન લાઇનમાં હાલ કોઈ જાત ની કચાસ ચલાવવામાં આવતી નથી દરેક વસ્તુ ગુણવત્તાવાળી અને ઉચ્ચ કોલીટી ની જ વાપરવામાં આવતિ હોય છે ક્ધસ્ટ્રકશન સાથે જોડાયેલા દરેક લોકો પોતાની જવાબદારીઓ સાથે અને કામ કરતા હોય છે દરેક નાની નાની અને મોટી બાબતનું ધ્યાન રાખી બિલ્ડીંગ બનાવવામાં આવતા હોય છે અને લોકો માટે ઘર બનાવવામાં આવતા હોય છે માણસ ને અત્યારે જેટલી ચિંતા પોતાની હોય છે એ જ રીતના બિલ્ડર પોતાના ગ્રાહક ને પરિવાર સમજીને જ પોતાનો પ્રોજેક્ટ બનાવતા હોય છે.
મજબુતાઇ માટે બીમ-કોલમ મહત્વપૂર્ણ: પરેશ ગજેરા
બીલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અતયારે જેટલા પણ બોર હોય તેને રીચાર્જ કરવા ફરજીયાત છે. અમુક જગ્યાએ ૫થી વધુ બોર પણ કરવામાં આવે છે. જેથી વરસાદના લીધે અગાશી પર ભેગુ થયેલ પાણી બોર મા સ્ટોર થાય સામાન્ય રીતે ૭૦૦ ફૂટના બોર જલ્ટી ભરાઇ જતા હોય છે. જેથી હવે વધારે ફૂટના બોર કરવામાં આવી રહ્યા છે. ૨૦૦૧ના ભૂકંપ પછી રાજય સરકાર દ્વારા અને ભુકંપ આવે ત્યારે બીલ્ડીંગને કંઇ જ ન થાય તે રીતે આખી ડીઝાઇન બનાવવામાં આવી સ્ટ્રકચર ડીઝાઇન ઉપર જ બીલ્ડીંગની આયુષ્ય નકકી થાય છે અને કેટલા સ્કેલનો ભુંપક તે ખમી શકે તે તેના પર જ નકકી થાય છે. બીલ્ડીંગનો લોડ કેવી રીતે ખમી શકાય તે કોલમ પર નકકી થાય છે તે બધુ ઓકે કરીને જ સ્લેલ ભરાતી હોય છે. જો કોલમમા થોડા પણ વાંધા હોય તો બીલ્ડીંગ ઉભુ ન રહી શકે.
ઇમારતની મુજબુતી માટે ડિઝાઇનથી મોડી સ્ટ્રકચર સુધીના તમામ પાસા મહત્વપૂર્ણ: અમિત ત્રાંબડીયા
અમીતભાઇ ત્રાંબડીયાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દરેક બિલ્ડીગની અગાશી ઉપર જે કોઇ પાણી ભરાય છે તે બધુ જ બોરમા જાય તેવી સુવીધાઓ આપવામાં આવે કામ લાગે છે સ્ટ્રકચરનુ મહત્વ તે ખુબ જ કામલાગે છે સ્ટ્રકચરનુ મહત્વ દરેક હાઇરાઇઝ બીલ્ડિંગ બનાવવામાં જરૂરી છે. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. વીમની ડિઝાઇન પણ ખૂબ મહતવનો ભાગ ભજવે છે. બિલ્ડીંગની હાઇટ પ્રમાણે તેની ડીઝાઇન જરૂરી છે. ભૂકંપ પ્રતીરોધક બીલ્ડીંગ બનાવવા માટે પણ બીલ્ડિીંગની હાઇટ વગેરેની ડીઝાઇન બનાવવી ખૂબ જ જરૂરી છે.
કન્સ્ટ્રક્શન માટે સિમેન્ટ-સ્ટીલનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ઓમ સ્ટીલ: ચિંતનભાઈ બદીયાણી
ઓમ સ્ટીલના માલિક ચિંતનભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વર્ષોથી અમે અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે કામ કરી રહ્યા છીએ જેમાં ત્રણ જાતની સિમેન્ટ આવે છે. પીપીસી સિમેન્ટ જે રેગ્યુલર વપરાશમાં ઉપયોગ થાય છે. ઓપીસી ગ્રેડ સિમેન્ટ જે સ્લેબમાં વધુ વપરાય છે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા અલ્ટ્રાટેક સુપર અને વેધર પ્લસ કરીને સિમેન્ટ બહાર પાડેલ છે. વેધર પ્લસ બીજી સિમેન્ટ કરતા અલગ ઓળખ ધરાવે છે અને મોંઘી પણ છે સાથે સાથે તે ભેજને રોકવાનું કામ પણ કરે છે. કઈ રીતે મટીરીયલ પાથરવું અને સ્લેબ કઈ રીતે કરવું તે કામ આર્કિટેક કરે છે. ગરમીના વાતાવરણમાં પીપીસી સિમેન્ટનો ઉપયોગ થાય છે. જેના કારણે સ્લેબમાં જે તિરાડો પડે છે તે ઓછી પડે છે. ચોમાસા અને શિયાળામાં ઓપીસીનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. ગર્વમેન્ટના કામ જેવા કે કેનાલના કામમાં ઓપીસી વધુ વપરાય છે. બંગલો બનાવવામાં વેધર પ્લસ સિમેન્ટનો ઉપયોગ સારો રહે છે. કારણકે તે ખુબ ઝડપથી કામ આપે છે. સ્ટીલમાં અત્યારે ઘણી બધી કંપનીઓ આવેલ છે. ગેલેન્ટો, કામધેનુ, સ્ટીફોગ્રાન્ડ જેવી સારી કંપનીઓના સ્ટીલનો ઉપયોગ વધુ થાય છે. દ્વારકા, ઓખા અને પોરબંદર જેવા વિસ્તારો માટે સીઆરએસના સ્ટીલ વધુ ઉપયોગમાં લેવાય છે. કારણ કે ત્યાં ખારાશવાડા વિસ્તાર છે. બધી કંપનીમાં ક્ધસ્ટ્રકશન કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે. અલ્ટ્રાટેકમાં પણ એસબીઆર, સીલેન્ટ્રાઈ જેવા કેમિકલ આવી ગયા છે. ૫૦૦ ફુટના સ્લેબમાં આર્કિટેક દ્વારા નખાવેલ સિમેન્ટથી મજબુતાઈ આવે છે. બાકી બધી કંપનીના સિમેન્ટ સારા જ આવે છે. આરએમસી પ્લાન રાજકોટમાં ઘણા બધા આવી ગયા છે. લોકો રેતી કપચીના ઉપયોગથી સ્લેબ ભરતા હોય છે જેના કયુબ ટેસ્ટ પણ થતા હોય છે જે અલગ અલગ દિવસના હોય છે.
૫૩ ગ્રેડ અને સ્લેગ સિમેન્ટનો વપરાશ વઘ્યો: મિહીર ચૌહાણ
ઓમકાર માર્કેટીંગના માલિક મિહીર ચૌહાણએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ક્ધટ્રકશનમાં ખાડો ખોદવાથી લઈને ચણતર સુધી સિમેન્ટનો ઉપયોગ થાય છે. સિમેન્ટ વગર બીજો કોઈ ઉપાય જ નથી. રેતી, કપચીનો ઉપયોગ પણ સિમેન્ટ વગર અશકય છે. બજારમાં ઓપીસી અને પીપીસી સિમેન્ટનો વધુ ઉપયોગ થાય છે. પીપીસી સિમેન્ટ ધીમે ધીમે જામે છે જયારે ઓપીસી ઝડપથી જામે છે. ગર્વમેન્ટના કામમાં ઓપીસી સિમેન્ટ વપરાય છે જયારે નાના મોટા મકાન કે હાઈરાઈઝમાં પીપીસી વપરાય છે. પીપીસી સિમેન્ટનો ઉપયોગ કરવો તે અમારા ગ્રાહકોને પણ કહેવામાં આવે છે. સિમેન્ટનો એક જ ગ્રેડ આવે છે. ૫૩ ગ્રેડ અમુક ખાસ વર્ગમાં ૪૩ ગ્રેડની સિમેન્ટનો ઉપયોગ થાય છે. જે ઓછી કંપની બનાવે છે. અમારી કમલ કંપનીમાં પણ ૪૩ ગ્રેડની સિમેન્ટ ઓર્ડર દ્વારા બનાવવામાં આવે છે.
પહેલા ૩૩ ગ્રેડ આવતી પછી ૪૩ ગ્રેડ અને હવે ૫૩ ગ્રેડની સિમેન્ટ આવે છે. ઉંચી ઈમારતોમાં સ્ટીલનું પણ મહત્વ વધારે છે. સિમેન્ટ અને સ્ટીલ ઘણી બધી કંપની બનાવે છે. જે સારી જ કવોલીટીની બનાવે છે. ગર્વમેન્ટના નિયમ મુજબ જ સિમેન્ટ કંપની અને સ્ટીલ કંપની ઉત્પાદન કરતી હોય અને કંપનીના ડેટા પણ ઓનલાઈન જોઈ શકાય છે. કંપનીઓ અત્યારે ૮ એમએમથી લઈને ૩૨ એમએમ સુધીની સ્ટીલ બનાવે છે જેમાં ૮ થી ૨૦ એમએમ રેગ્યુલર કામમાં અને ૨૦ થી ૩૨ એમએમ હાઈરાઈઝ બિલ્ડીંગ બનાવવામાં વપરાય છે. જો બાંધકામ અને ક્રોક્રીટીંગ નબળુ હોય તો વાતાવરણને લીધે સ્ટીલને કાટ લાગે છે. અત્યારે રાજકોટમાં જ ૫૦ વર્ષ જુની ગગનચુંબી ઈમારતો છે અને આવનારા વર્ષોમાં પણ તેને કંઈ જ થવાનું નથી. રાજકોટમાં ઉત્કર્ષ સ્ટીલનો ઉપયોગ વધારે થાય છે. માર્કેટમાં અત્યારે સ્લેગ સિમેન્ટનું ચલણ વધુ રહ્યું છે. સ્લેગ સિમેન્ટ એટલે ફાઉન્ડ્રી ઉધોગની અંદર લોખંડનો કચરો વધતો હોય છે. તેને કંપની દ્વારા ગ્રાઈન્ડ કરી સિમેન્ટની અંદર મીકસ કરે છે જે સિમેન્ટની અંદર મજબુતીનું ભાગ ભજવે છે. માર્કેટમાં એક જ કંપની આ સિમેન્ટ બનાવે છે જે હાઈ બોન્ડ કંપની છે. સ્લેગ સિમેન્ટ દરીયાકાંઠાના બાંધકામમાં વધારે મહત્વની છે.
બિલ્ડીંગને જકડી રાખતું દ્રવ્ય એટલે સિમેન્ટ: મયુરભાઈ વસોયા
ક્રિષ્ના સ્ટીલના માલિક મયુરભાઈ વસોયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મકાન બનાવતાના સમયે સિમેન્ટની જરૂર પહેલા પડે છે ત્યારબાદ જ બધા કામ કરી શકાય. સિમેન્ટના અલગ પ્રકાર છે. ઓપીસી, પીપીસી અને સ્લેક જેવા પ્રકારની સિમેન્ટ આવે છે જેમાં પીપીસી અને ઓપીસી સિમેન્ટ રેગ્યુલર વપરાય છે. પીપીસી સિમેન્ટ સુકવવામાં સમય લાગે છે જયારે ઓપીસી સિમેન્ટ જલ્દી સુકાઈ જાય છે જેથી કરીને કામ ઝડપથી થાય છે. સિમેન્ટ બધી ઋતુમાં સરખી કામ આપે છે. ઓપીસી સિમેન્ટ જલ્દી સુકાવાને લીધે તિરાડ જલ્દી પડે છે. રેતી, સિમેન્ટ અને સ્ટીલ મહત્વનો ભાગ ભજવે છે અને સામાન્ય રીતે લોકો રેતીનો મોહ વધારે રાખે છે. કારણકે તે ચોખ્ખી અને ધુળ વગરની આવે છે. કપચીનો ઉપયોગ કેવું કામ છે તેના પર આધાર રાખે છે. સ્ટીલ આઈએસઆઈ માર્કવાળુ જ વપરાય છે. કોક્રીટની અંદર કઈ રીતે પાણી છાટવુ વગેરે જેવા કામ રાજકોટના આર્કિટેક અત્યારે ખુબ સારી રીતે કરી રહ્યા છે.
અત્યારે કોરોના અને વરસાદને લીધે કામ ધીમે ચાલે છે પણ આવનારા સમયમાં દિવાળી પછી કામ શરૂ થઈ જશે. સ્ટીલ ૫૦૦ ગ્રેડની આવે છે. આઈએસઆઈ માર્કા સાથે અને કચ્છ, મહેસાણા, અમદાવાદ અને ભાવનગરમાં સ્ટીલનું ઉત્પાદન થાય છે. સ્ટીલની ગુણવતા હોય તે લાલાશ પકડે છે તેને કાટ નથી લાગતો. હાઈરાઈઝ માટે ૩૨ એમએમ સુધી સ્ટીલનો ઉપયોગ થતો હોય અને મકાન બનાવતા સમયે ૮ થી માંડીને ૨૦ એમએમ સુધીની સ્ટીલ વપરાય છે મોટી અને નાની સ્લેબ ભરવા માટે ૮ થી ૧૬ એમએમ સ્ટીલનો ઉપયોગ થાય છે. જયારે સીઆરએસ નામનો સ્ટીલ વધારે ખારાશ પડતી જગ્યા એટલે કે દરીયા કિનારે વપરાય છે.
ઇમારતનું આયુષ્ય સ્ટ્રકચરને આધિન: દિલીપ લાડાણી
દીલીપભાઇ લાડાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે જીડીસીઆરમા રીચાર્જનુ ઇમ્પ્લીમેનટ થઇ ગયુ છે. બધા બિલ્ડરો સારી રીતે રીચાર્જની વ્યવસ્થા કરે છે. ટેરેસનુ પીણી સીધુ બોરમા જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. બીલ્ડીીંગની આયુષ્ય સ્ટ્રકચર ઉપર આધાર રાખે છે. લો રાઇઝ, હાઇ રાઇઝ અને તેનાથી ઉપર સ્કાય સ્ક્રેયર સ્ટ્રકચરના નીયમો જુદા હોય છે જે હાઇટ પ્રમાણેના નિયમ અને ધરતીકંપ, હવાની દિશાના લોડની ગણતરી કરીને ડીઝાઇન થતી હોય છે. બીલ્ડીંગનું આધાર સ્તંભ કોલમ છે કોલમ ઉપર બીલ્ડીંગની આયુષ્ય રહેતી હોય છે.
હવેની તમામ ઇમારતો ભૂકંપ રહીત: સર્વાનંદભાઇ સોનવાણી
આરકે ગુપના સર્વાનંદભાઇ સોનવાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે સ્ટ્રકચર ડીઝાઇન પી જ બિલ્ડીંગનુ આયુષ્ય વધે છે. અમે જે બીલ્ડીંગ બનાવીએ છીએ તેમા લોખંડની ડીઝાઇનનો ઉપયોગ કરતા હોઇએ છીએ અલગ અલગ માળના બીલ્ડીંગ પ્રમાણે તેની ડીઝાઇન બનતી હોય છે તે પછી ઇન્સેપશન થતુ હોય છે તે પછી જ સ્વેલ ભરવામા વધે છે. હવે ભૂકંપરહીતની જ બધી ડીઝાઇન બને છે અને એવા જ બીલ્ડીંગ બને છે.
હાલ તમામ ઇમારતની ડિઝાઇન ભૂકંપરહીત જ તૈયાર કરવામાં આવે છે: ધ્રવીક તળાવીયા
ધ્રવીકભાઇ એ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે બીલ્ડીંગની અગાશી તથા અન્ય જગ્યાએ જે પાણી ભેગુ થાય તે પાઇપ અથવા વોટર ચેનલ દ્વારા તે બોર અને જમીનના તડ મા જાય વોટર રીચાર્જ થઇ શકે. કોઇપણ ઓફીસ કે ઘરમા વચ્ચે કોલમ ન જોતુ હોય તેના માટે નવી ટેકનીકપીટી આવી છે. આ સીવાય ધરતીકંપથી બચવા માટે પણ બીલ્ડીંગ બની છે. હવેની ડીઝાઇન એવી બની છે કે આંચકા સાથે બીલ્ડીંગ થોડુ હલવુ જોઇએ જેથી આંચકાની વિરૂધ્ધ દીશામા બિલ્ડીંગ ઉભુ ન રહે જો ઉભુ રહે તો કોલમ અને બીજાને નુકશાન થાય આંચ્કો આવે તેના ૧૦ ટકા બીલ્ડીંગ હલવુ જ જોઇએ. કોઇપણ બીલ્ડીંગ બીમ અને કોલમ પર જ ઉભુ રહી છે. અત્યારે નાનામા નાના મકાનો પણ બીજા કોલમ સાથે જ ઉભુ કરવામા આવે છે.