ચીન અને પાક વચ્ચ પ્રવર્તતી તંગ સ્થિતિ વચ્ચે સરકાર વાયુસેનાને વધુ તેજ બનાવવા પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસોના ભાગરુપે આગામી ચાર દિવસમાં વધુ ત્રણ યુઘ્ધ વિમાનો રાફેલ અંબાલા હવાઇ મથકે આવી પહોચશે. એપ્રીલના મઘ્યમાં વધુ 9 રાફેલ વિમાન ફ્રાંસથી દેશમાં આવી પહોચશે.
ફ્રાંસ અને ભારતીય દૂતાવાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુ સેનાની ટીમ ત્રણ રાફેલ વિમાન અંબાલા લઇ આવવા માટે ફ્રાંસ પહોંચી ગઇ છ અને આશા છે કે ત્રણ રાફેલ લડાયક વિમાનની ખેણ તા.30 અથવા 31 માર્ચ સુધીમાં દેશમાં પહોચી જશે.તમને એ જણાવીએ કે ભારતે ફ્રાંસ સરકાર સાથે સપ્ટેમ્બર 2016માં 36 રાફેલ વિમાન ખરીદવા માટે રૂ. 59 હજાર કરોડનો સંરક્ષણ સોદો કર્યો હતો. ફ્રાંસની કંપની દર્સા એવિએશન તરફથી પાંચ રાફેલ વિમાનનો પ્રથમ કાફલો ર8 જુલાઇએ ભારત આવી પહોચ્યો હતો. આ પ્રથમ ખેપ દરમિયાન વિમાનોએ સંયુકત આરબ અમીરાતમાં હોલ્ટ કર્યો હતો અને બળતણ ભર્યુ હતું. બાદમાં રાફેલ વિમાનોને વાયુદળમાં સામેલ કરવામાં આવ્યા હતા.
તમને એ જણાવી એ કે અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્કવોડનમાં જુલાઇ 2020 અને જાન્યુઆરી 2021 વચ્ચે 11 લડાયક રાફેલ વિમાન સામેલ થઇ ગયા છે. આ વિમાનોને લદાખ સરહદ પર ગોઠવાયા છે.