રોગ પ્રતિકારક શકિત શરીર માટે બેહદ જરૂરી છે. જયારે શરીરમાં ઈમ્યુનિટી વધારવાની વાત આવે છે તો પોષક તત્વોથી ભરપૂર ભોજન કરવા અને રંગબેરંગી ગોળીઓ યુકત સપ્લીમેન્ટ લેવાની વાત પણ સૂજે છે. પ્રતિદિન ભોજનમાં લેવાતા ખાધ પદાર્થો સ્વાભાવિક રીતે પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને તેમાં એવા ગુણ હોય છે જે દરેક પ્રકારની બીમારીઓને ઠીક કરવામાં મદદરૂપ નીવડે છે. તેના માટે માત્ર જરૂરી છે. નિશ્ર્ચિત સમય પર ભોજન કરવું. ગોળ પણ એક એવો ખાધ પદાર્થ છે જેમાંથી અનેક આરોગ્યલાભ મળે છે. તેવી જરીતે ગોળ સાથે કાળા શેકેલા ચણા ભોજનનું એક ઉતમ સંયોજન માનવામાં આવે છે. જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે.

ગોળ અને શેકેલા ચણા આરોગવાના સ્વાસ્થ્ય લાભ

ભારતીય આહારનો એક ઉતમ ભાગ છે. ગોળ અને ચણા જેનાથી વિવિધ ફાયદાઓ મળે છે. જેમા પ્રથમ છે.

૧. ઈમ્યુનીટી વધારે : ગોળ અને ચણાનું સંયોજન ઝીંકથી ભરપૂર છે. ઝીંક એક એવું ખનીજ છે જે શરીરમાં ૩૦૦ એન્ઝાઈમને સક્રિય કરવા અને ઈમ્યુનીની બુસ્ટ કરવામા મુખ્યતમ ભાગ ભજવે છે.

૨. શ્ર્વસન સંબંધિત સમસ્યા: શ્ર્વાસ પીડિત સમસ્યાઓથી પરેશાન આ ખાદ્ય પદાર્થ સર્વશ્રેષ્ઠ છે. તેના માટે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે શેકેલા ચણા અને ગોળ લેવા જેથી શ્ર્વાસનળીનું સંકોચાવાની સમસ્યા ઘટે છે. અને આરામ મળે છે.

૩. ફેફસાને સાફ કરે છે: આ સંયોજન ફેફસાની સફાઈ કરે છે. અને પ્રદૂષણ સંબંધી બીમારીઓને દૂર રાખે છે.

૪. હૃદય સંબંધી સમસ્યાઓ: ગોળ-ચણામાં મોજૂદ પોટેશિયમ સામગ્રી હૃદય સંબંધીત સમસ્યા જેમકે સ્ટ્રોક અને એટેકને રોકવામાં મદદરૂપ થાય છે.

ગોળ અને શેકેલા ચણાનું સેવન કયારે અને કેવી રીતે કરવું

ગોળ-ચણાનું સેવન સવારે અને સાંજે નાસ્તા તરીકે કરવાથી આખો દિવસ એનર્જી મળે છે. ગોળ અને ચણા ખાવાની બે રીત છે. પ્રથમ કે જેમાં ચણાને રાત્રે પલાળીને રાખી દેવા અને સવારે તેને ગોળ સાથે ખાવા અથવા બીજી કે જેમાં ચણાને શેકીને ગોળ સાથે લેવા સ્વાદપ્રિય લોકો માટે ઉતમ અને સ્વાસ્થ્યવર્ધક બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.