હિતેશ રાવલ – સાબરકાંઠા: કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ ખરાબ ન થાય તે માટે તમામ સ્કૂલ અને કોલેજ દ્વારા ઓનલાઈન શિક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી દરેક વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ મેળવી શકે નહીં. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મ વિસ્તારમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પ્રક્રિયામાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સનું તથા પાલન કરીને બાળકોને શેરીમાં શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે સાબરકાંઠામાં શેરી શિક્ષણની જગ્યાએ સ્કૂલો ધમધમી રહી છે. આ પ્રક્રિયા ખેડબ્રહ્મામાં ઝાંઝવા પાણી વિસ્તારમાં પ્રાથમિક શાળા શરૂ હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલમાં જ શિક્ષણ અપાતો હોય તેવો વિડીયો સ્થાનિક યુવાને વાયરલ કર્યો છે.
અત્યારે સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા માત્ર ઓનલાઇન શિક્ષણ શરૂ છે ત્યારે સાબરકાંઠામાં આવી બનતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિક યુવકે જ વિડીયો વાયરલ કરતાં સમગ્ર તાલુકામાં હડકંપ મચી ગયો છે. આ વિડીયોમાં વિદ્યાર્થીઓ શેરી શિક્ષણના બદલે શાળામાં ભણતા જોવા મળી રહ્યા છે. ખેડબ્રહ્મા વિસ્તારની ઝાંઝવા પાણી વિસ્તારમાં પ્રાથમિક શાળા શરૂ કરતાં શિક્ષકોએ વિદ્યાર્થી પર જોખમ લીધો છે. આ ઘટના માટે તંત્ર કઇંક પગલાં ભરશે તે જોવાનું રહ્યું છે